VIDEO: T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ બાર્બાડોસની પિચ પરની માટી કેમ ખાધી? મળી ગયો જવાબ

ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. બાર્બાડોસમાં જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે મેદાન પર અન્ય ખેલાડીઓની સાથે ઉજવણી કરવાની સાથે પોતાના આંસુ છુપાવી શક્યો નહીં. આ બધા વચ્ચે રોહિતે બાર્બાડોસની પિચની માટી ખાધી હતી. આવું તેને કેમ કર્યું, એ અંગે હવે ખુલાસો થયો છે.

VIDEO: T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ બાર્બાડોસની પિચ પરની માટી કેમ ખાધી? મળી ગયો જવાબ
Rohit Sharma
Follow Us:
| Updated on: Jul 02, 2024 | 5:03 PM

ભારતીય ટીમે મહેન્દ્ર સિંહની કપ્તાનીમાં 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્મા પણ તે ટીમનો ભાગ હતો. જો કે આ પછી તે ક્યારેય કોઈ વર્લ્ડ કપ જીતી શક્યો ન હતો. જ્યારે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તેને 2022 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, તે કોઈપણ કિંમતે વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માંગતો હતો.

17 વર્ષની રાહનો આવ્યો અંત

આ માટે તેણે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે મળીને બે વર્ષ સુધી સખત મહેનત કરી અને મજબૂત ટીમ બનાવી. 2023 ODI વર્લ્ડ કપમાં હાર અને 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ જ્યારે તેને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી મળી ત્યારે તે ભાવુક થઈ ગયો અને ભારત-દક્ષિણ આફ્રિકા મેચની પિચની માટી ખાધી. હવે BCCIના એક વીડિયોમાં તેની પાછળનું સાચું કારણ જણાવવામાં આવ્યું છે.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

બાર્બાડોસની પિચને ક્યારેય ભૂલી શકશે નહીં

BCCIએ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માએ T20 વર્લ્ડ કપની જીતના મહત્વ અને ઉજવણીની રીત વિશે ખુલીને વાત કરી છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે જીત બાદ તે કેવું અનુભવી રહ્યો છે તે સમજાવવું મુશ્કેલ છે. માટી ખાઈને સેલિબ્રેશન કરવા અંગે રોહિતે કહ્યું કે તે સમયે તેણે તેના દિલમાં જે લાગ્યું તે કર્યું. મેચ બાદ જ્યારે તે પિચ પર પહોંચ્યો ત્યારે તેને અહેસાસ થયો કે બાર્બાડોસની પિચે તેનું વર્ષોનું સપનું પૂરું કર્યું છે. તેને જીવનની દરેક ખુશીઓ આપી છે. તેથી જ તે તેને પોતાની અંદર સમાઈ લેવા માંગતો હતો. આ જ કારણ છે કે તેણે તે પિચની માટી ખાધી. રોહિતે કહ્યું કે તે આખી જીંદગી બાર્બાડોસની ગ્રાઉન્ડ અને પિચને ભૂલી શકશે નહીં.

રોહિતને આખી રાત ઊંઘ ન આવી

રોહિત શર્માએ વીડિયોમાં એ પણ ખુલાસો કર્યો કે ટ્રોફી જીત્યા બાદ તેણે અન્ય ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. હોટલોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોની મહેનત પછી તેને તે ટ્રોફી મળી હતી, તેથી તેના આનંદને કારણે તે આખી રાત ઊંઘી શક્યો ન હતો. રોહિતે કહ્યું કે આ ખુશી માટે તેને આખી રાત જાગવામાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચો: ફાઈનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ નતાશાને વીડિયો કોલ કર્યો? ફોટો વાયરલ થયા બાદ પેચ-અપની ચર્ચા શરૂ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">