WhatsApp Tips : વોટ્સએપ પર મળેલો ફોટો, ફોનની ગેલેરીમાં નથી દેખાતો? તરત કરો આ કામ

WhatsApp Tips : જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે છે. જો વોટ્સએપ પરના તમારા બધા ફોટા ગેલેરીમાં દેખાતા નથી, તો આ ટ્રિક તમારા માટે ઉપયોગી થશે. આ પછી તમારા બધા ફોટા ગેલેરીમાં દેખાશે અને તમારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

WhatsApp Tips : વોટ્સએપ પર મળેલો ફોટો, ફોનની ગેલેરીમાં નથી દેખાતો? તરત કરો આ કામ
save whatsapp images
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 2:12 PM

Tips and Tricks : ઘણી વખત એવું બને છે કે વોટ્સએપ પર ફોટા આવે છે પરંતુ તે ગેલેરીમાં દેખાતા નથી. આવી સ્થિતિમાં ઘણી પરેશાની થાય છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કાર્યો થઈ શકતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ગેલેરીમાં વોટ્સએપના ફોટા સરળતાથી જોઈ શકશો. આ માટે તમારે ફક્ત આ ટ્રિક ફોલો કરવી પડશે.

મોટાભાગના આઇફોન યુઝર્સ આ સમસ્યાનો સામનો કરે છે. જ્યારે પણ ફોનનું સ્ટોરેજ ફુલ થવાનું હોય છે ત્યારે વોટ્સએપના ફોટા ડાઉનલોડ થતા નથી. આવી સ્થિતિમાં યુઝર્સને લાગે છે કે ફોન બગડી ગયો છે અથવા તો ફોટાના પિક્સેલ સારા નથી, તેમણે મોકલનારને ફરીથી ફોટો મોકલવા માટે કહેવું પડશે.

આ રીતે ગેલેરીમાં ફોટા બતાવવામાં આવશે

iPhone યુઝર્સ સ્ટોરેજ વિશે સૌથી વધુ ચિંતિત જોવા મળે છે. જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. તેમાંથી એક એ છે કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા ફોટા ગેલેરીમાં બતાવવામાં આવતા નથી. કેમેરાના ફોટા ગેલેરીમાં રહે છે પરંતુ વોટ્સએપ પર આવેલા ફોટો સેવ નથી થતા. આ માટે તમારે ફોટો ડાઉનલોડ કરવાનો રહેશે. આ પછી તમારે તે ફોટો પર ક્લિક કરવાનું રહેશે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

અહીં તમને પહેલા વિકલ્પમાં સેવ આઇકોન દેખાશે. આ આઇકોન પર ક્લિક કરો. હવે તમારો ફોટો ગેલેરીમાં બતાવવામાં આવશે. તમારે દરેક ફોટા માટે આવું કરવાની જરૂર નથી. જે ફોટા તમને બતાવવામાં આવ્યા નથી તે મેન્યુઅલી સેવ કરવા પડશે. આ સિવાય વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ચેક કરો કે જો મીડિયા ફાઈલ ડાઉનલોડ ફીચર એકેટિવ નથી તો તેને ઓન કરો.

ઓટો ડાઉનલોડ સુવિધા

તમે તમારા ફોનમાં ઓટો ડાઉનલોડ ફીચર પણ ચાલુ કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન બંને સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. આ ફીચર પછી તમારે વારંવાર ફોટો અને વીડિયો ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. તમારા ફોટા અને વીડિયો આપમેળે ડાઉનલોડ થતાં રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">