Viral Video : હરમનપ્રીતની કમેન્ટથી ગુસ્સે થઈ બાંગ્લાદેશની કેપ્ટન, મેદાન પરથી આખી ટીમને લઈ ગઈ બહાર
મેચ દરમિયાન ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું રોદ્ર રુપ જોવા મળ્યુ હતુ. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 9 વિકેટે 223 રન બનાવ્યા હતા.
Dhaka : બાંગ્લાદેશ અને ભારતની મહિલા ટીમની અંતિમ વનડે મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું રોદ્ર રુપ જોવા મળ્યુ હતુ. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 4 વિકેટે 225 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 9 વિકેટે 223 રન બનાવ્યા હતા.
ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 3 રનની જરૂર હતી, જ્યારે બાંગ્લાદેશને 1 વિકેટની જરૂર હતી. ઓવરની શરૂઆતમાં ભારતના ખાતામાં 2 રન ઉમેરાયા અને સ્કોર બરાબર થઈ ગયો. આ પછી ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે એક રનની જરૂર હતી, પરંતુ મેઘના સિંહ ત્રીજા બોલ પર આઉટ થઈ ગઈ અને આ સાથે મેચ પણ ટાઈ થઈ ગઈ.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
હરમનપ્રીત કૌરની આ હરકતથી બાંગ્લાદેશની ટીમ
Why are you only here? The umpires tied the match for you. Call them up! We better have a photo with them as well – Harmanpreet Kaur
Bangladesh Captain took her players back to the dressing room after this incident 😳#HarmanpreetKaur #INDvsBAN pic.twitter.com/dyKGwPrnfG
— OneCricket (@OneCricketApp) July 23, 2023
વનડે સિરીઝમાં સંયુક્ત વિજેતા જાહેર થતા જ બંને ટીમના કેપ્ટને ફોટોસેશન દરમિયાન સાથે ટ્રોફી પકડી હતી. આ દરમિયાન હરમનપ્રીત કૌરે અમ્પયારને પણ આ ફોટો સેશનમાં બોલવવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમના સંક્યુત ફોટોસેશન દરમિયાન તેની અલગ અલગ કોમેન્ટથી નારાજ થઈને બાંગ્લાદેશની ટીમની કેપ્ટન નિગાર સુલતાના ગુસ્સો બતાવીને આખી ટીમને મેદાન બહાર લઈ ગઈ હતી.
આ ઘટનાથી નારાજ થઈ હતી ભારતીય કેપ્ટન
@ICC Should Ban Indian Captain #HarmanpreetKaur For Lifetime. pic.twitter.com/WsujVI88hV
— Bulbul Zilani (@BulbulZilani) July 23, 2023
Welcome to Episode 2 of Unfiltered Harman: The Captain Speaks🗣️#HarmanpreetKaur #HarMonster #BanvInd pic.twitter.com/8eSoKxd4x3
— Sajan 🇮🇳 (@HarMonster7) July 22, 2023
34મી ઓવરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્વીપ શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પણ બોલ તેના પેડ પર વાગતા એલબીડબ્લ્યૂ આઉટની અપીલ કરવામાં આવી હતી. બોલર નાહિદા અખ્તરની અપીલ પર અમ્પાયરે ભારતીય કેપ્ટનને આઉટ જાહેર કરી હતી. અમ્પાયરના આ નિર્ણયથી હરમનપ્રીત કૌર નાખુશ થઈ હતી. તેણે પોતાનો ગુસ્સો સ્ટંમ્પ પર કાઢયો હતો. તેણે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની જેમ સ્ટંમ્પમાં બેટ મારી દીધુ હતુ
આ પણ વાંચો : IND vs WI Test 3rd Day: વરસાદ અને નિર્જીવ પીચ બની આફત, ભારતીય બોલરોએ વિકેટ મેળવવા કરવો પડ્યો સંઘર્ષ, જુઓ Video
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મેદાન પર ગુસ્સો બતાવવો મોંઘો પડ્યો છે. તેની હરકતો માટે તેની 75 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે. બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI દરમિયાન હરમનપ્રીતે માત્ર અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા અને બેટથી ગુસ્સો પણ બતાવ્યો હતો. મેચ રેફરીએ હવે મેદાન પર તેના એક્શન પર કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હરમનપ્રીત કૌર લેવલ 2 માટે દોષી સાબિત થઈ છે.