ભારતની એક એવી જગ્યા જ્યા લોકો કપડાં પણ નથી પહેરતા

6 Jan 2025

Pic credit - Pexels

ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં લોકો કપડાં પહેરતા નથી. આ વાત સાંભળવામાં અજીબ લાગશે પણ આ સત્ય છે. ખાસ વાત એ છે કે તે જગ્યાના રહેવાસીઓ સિવાય કોઈ પણ આ જગ્યાએ જઈ શકતું નથી.

Pic credit - Pexels

આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. સાથે જ એવો કોઈ વ્યક્તિ નથી જે આ વિચીત્ર જગ્યાએ જઈ શકે.

Pic credit - Pexels

ભારતની આ એકમાત્ર અનોખી જગ્યા છે. બંગાળની ખાડીમાં આવેલા આંદામાન નિકોબાર દ્વીપસમૂહથી દૂરના અંતરે આ ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ આવેલો છે.

Pic credit - Getty

આ ટાપુ આંદામાનની રાજધાની પોર્ટ બ્લેરથી લગભગ 64 કિમી પશ્ચિમમાં છે. અહીં એક પ્રાચીન આદિવાસી જનજાતિ રહે છે, જેઓ સેન્ટીનલી થી ઓળખાય છે.  

Pic credit - Pexels

એવુ પણ કહેવાય છે આ સેન્ટીનલી પ્રજાતિના લોક અહીં 60 હજાર વર્ષથી રહે છે અને આ લોકો કપડા પણ પહેરતા નથી. વિશ્વમાં આ એક જ પ્રજાતિ એવી છે જે સૌથી અલગ છે.

Pic credit - AFP

તેઓ બહારના લોકોને દુશ્મન ગણે છે  અને જો કોઈ તેમની નજીક જવાનો પ્રયત્ન કરે છે તેના પર જીવલેણ હુમલો કરી દે છે. એક અંદાજ અનુસાર તેમની વસ્તી માત્ર 50 થી 100ની આસપાસ જ છે.

Pic credit - Pexels

અત્યાર સુધીમાં, જેમણે પણ તેમને મળવાનો પ્રયાસ કર્યો તેને સેન્ટિનેલ આદિવાસીઓએ મારી નાખ્યો હતો. લોકો આ જનજાતિને બચાવવા માટે પણ ત્યાં જતા નથી.

Pic credit - Getty

આ આદિવાસીઓ આજે પણ પાષાણ યુગની જેમ પથ્થરમાંથી બનેલા શસ્ત્રો વડે માછલીઓનો શિકાર કરે છે.

Pic credit - Getty