AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI Test 3rd Day: વરસાદ અને નિર્જીવ પીચ બની આફત, ભારતીય બોલરોએ વિકેટ મેળવવા કરવો પડ્યો સંઘર્ષ, જુઓ Video

India vs West Indies 2nd Test: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં વરસાદને કારણે વિઘ્ન પડયુ હતુ. ત્રીજા દિવસે વરસાદને કારણે રોકાયેલી મેચમાં 67 ઓવરની જ રમત રમાઈ હતી. ભારતીય બોલર્સને પણ વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડયો હતો.

IND vs WI Test 3rd Day: વરસાદ અને નિર્જીવ પીચ બની આફત, ભારતીય બોલરોએ વિકેટ મેળવવા કરવો પડ્યો સંઘર્ષ, જુઓ Video
IND vs WI 2nd test match day 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 7:10 AM
Share

Port of Spain :  પ્રથમ ટેસ્ટ મેચમાં ફલોપ રહેલા વિન્ડીઝ બેટ્સમેનો બીજી ટેસ્ટ મેચમાં આક્રમક બેટિંગ કરી રહ્યા છે. વિન્ડીઝ બેટ્સમેનોની રમત, નિર્જીવ પીચ અને વરસાદને કારણે ભારતીય બોલર્સ (Team India) ઘણા હેરાન થયા હતા. ત્રીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા અને પોતાને ફોલો-ઓનથી સુરક્ષિત કરી લીધા હતા.

ક્વીન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડ્સમાં ટેસ્ટ મેચના ત્રણેય દિવસે બોલર્સને મદદ મળી ના હતી. ભારતના કેટલાક બોલર્સની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગને કારણે ભારતીય ટીને કેટલીક વિકેટ મળી શકી હતી. આખા દિવસને 2 વાર વરસાદને કારણે મેચ રોકવી પડી હતી, જેના કારણે 90માંથી ફક્ત 67 ઓવર જ રમાઈ હતી.

આ પણ વાંચો : IND vs WI: રવિન્દ્ર જાડેજાની વિકેટ પર અમ્પાયરની ભયંકર ભૂલ, ખોટો રિપ્લે બતાવી આપ્યો આઉટ

વિન્ડીઝ બેટ્સમેનોએ આપી કાંટાની ટક્કર

વિન્ડીઝ કેપ્ટન બ્રૈથવેટે 29મી ફિફટી ફટાકી હતી. પ્રથમ સેશનમાં એક કલાકની રમત બાદ પેસર મુકેશ કુમારે મૈકેંજીને 32 રન આઉટ લઈને પોતાની પહેલી વિકેટ લીધી હતી. મૈકેંજીના આઉટ થયા બાદ વરસાદ આવ્યો જેના કારણે મેચ રોકવી પડી હતીી. કલાક બાદ બીજા સેશનની શરુઆત થઈ અને વિન્ડીઝ બેટ્સમેનોએ ડિફેન્સિવ બેટિંગ શરુ કરી. બ્રૈથવેટ અને જર્મેન બ્લેકવુડે વિન્ડીઝી ટીમની ઈનિંગ સંભાળી હતી. ત્યારે જ અશ્વિને આવીને બ્રૈથવેટને 75 રન પર આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : IND vs BAN: મેચ ટાઈ થઈ છતાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર ઓવર કેમ ના થઈ? જાણો કારણ

આ પણ વાંચો : Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ

રહાણેએ સ્ફુર્તી બતાવીને પકડયો શાનદાર કેચ

ત્રીજા સેશનની શરુઆતમાં રવીન્દ્ર જાડેજાની ઓવરમાં અજિંક્ય રહાણે સ્લીપમાં શાનદાર કેચ પકડયો હતો. જેને કારણે બ્લેકવુડ 20 રન બનાવી પવેલિયન તરફ પાછો ફર્યો હતો. એલિક એથનાઝ અને જોશુઆ ડાસિલ્વાએ સારી પાર્ટનરશીપ કરી જ હતી, ત્યા જો સિરાજે રિવર્સ સ્વિંગની મદદથી ડાસિલ્વાને 10 રન પર બોલ્ડ કર્યો હતો.

ત્રીજા સેશનમાં વરસાદ શરુ થતા 50 મિનિટની રમત બગડી હતી. હાલમાં એથનાઝ 37 રન સાથે અને જેસન હોલ્ડર 11 રન સાથે ક્રિઝ પર છે. વેન્ડિઝની ટીમ ફોલો-ઓનથી બચવામાં 10 રન દૂર છે. ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરે ત્રીજા દિવસની રમતના અંતની જાહેરાત કરી હતી.ભારતીય ટીમ પાસે હજપ 209 રનની લીડ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">