બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતની હાર બાદ ICC ચીફ જય શાહ લેશે મોટો નિર્ણય
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની જબરદસ્ત સફળતા બાદ ટેસ્ટ ક્રિકેટમાં મોટો બદલાવ આવી શકે છે. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એકબીજા સાથે વધુને વધુ ટેસ્ટ મેચ રમવા પર વિચાર કરી રહ્યા છે. ICCએ પણ આ માટે તૈયારી કરી લીધી છે અને જય શાહ ટૂંક સમયમાં બેઠક યોજી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફી એક જબરદસ્ત સફળતા હતી. ટીમ ઈન્ડિયા આ સિરીઝ 1-3થી હારી ગઈ હતી પરંતુ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સફળતા જોઈને હવે ICCની ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વધુ ટેસ્ટ ક્રિકેટ યોજાય તેવા ફેરફાર કરવાના મૂડમાં છે. ICCના અધ્યક્ષ જય શાહે પણ આ માટે તૈયારી કરી લીધી છે. અહેવાલો અનુસાર, હવે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એકબીજા સામે વધુને વધુ ટેસ્ટ મેચ રમી શકશે. જો કે આવો ફેરફાર 2027 પછી જ જોવા મળશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી જેવી વધુ શ્રેણીની માંગ
અહેવાલો અનુસાર, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ઈચ્છા છે કે જે રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી બ્લોકબસ્ટર સાબિત થઈ, તેવી જ રીતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો જાદુ જોવા મળે. જોકે આ માટે એકબીજાની સાથે વધુને વધુ મેચ રમવાની જરૂર છે. ત્રણ દેશો વચ્ચે હજુ પણ ટેસ્ટ મેચો થાય છે, પરંતુ લાંબા સમય પછી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCના એજન્ડામાં ટેસ્ટ ક્રિકેટમાં દ્વિ-પક્ષીય શ્રેણીના આયોજનનું પ્લાનિંગ સામેલ છે. પરંતુ આ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) 2027 પછી લાગુ કરવામાં આવશે.
Australia, England, India and the International Cricket Council’s new chair Jay Shah are in talks to split Test cricket into two divisions so the big three nations can play each other more often in series like the Border-Gavaskar blockbuster #AUSvINDhttps://t.co/rK91zhcFHH
— Daniel Brettig (@danbrettig) January 6, 2025
જય શાહ બેઠક યોજી શકે છે
આ મુદ્દાને આગળ વધારવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ માઈક બેર્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ રિચર્ડ થોમ્પસન જાન્યુઆરીના અંતમાં ICC અધ્યક્ષ જય શાહને મળી શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી પણ ICCના આ એજન્ડાના સમર્થનમાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટ દરમિયાન SEN સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘જો તમે ટેસ્ટ ક્રિકેટને જીવંત અને સમૃદ્ધ બનાવવા માંગતા હોય તો મને લાગે છે કે આ જ રસ્તો છે. ટોચની ટીમોએ શક્ય તેટલું એકબીજા સામે રમવું જોઈએ. આમાં વાસ્તવિક સ્પર્ધા છે, જે તમને જોઈએ છે.
સૌથી વધુ જોવાયેલી ટેસ્ટ શ્રેણી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી (2024-25) ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ટેસ્ટ શ્રેણી છે. દરેક મેચ દરમિયાન દર્શકોએ રેકોર્ડ હાજરી નોંધાવી હતી. પર્થ-બ્રિસ્બેનથી મેલબોર્ન-સિડની સુધીની દરેક મેચમાં દર્શકોની ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: Indian Cricketer Retired : અશ્વિન બાદ આ ભારતીય ખેલાડી પણ થયો રિટાયર, મેચ બાદ અચાનક નિવૃત્તિની કરી જાહેરાત