IND vs WI Test 2nd Day: કોહલીની ‘વિરાટ’ સેન્ચુરીને કારણે ભારતીય ટીમની સ્થિતિ મજબૂત, વેસ્ટ ઈન્ડિઝની પણ દમદાર શરુઆત, જુઓ Video
India vs West Indies 2nd Test: ટેસ્ટના પ્રથમ દિવસે શાનદાર શરુઆત બાદ ભારતીય ટીમે બીજા દિવસે પણ દમદાર પ્રદર્શન કર્યુ હતુ. બીજા દિવસે 2 સેશન સુધી બેટિંગ કરીને ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમં 438 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે 5 બેટ્સમેનોએ 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.
Port of Spain : બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ જોરદાર ટક્કર આપી રહી છે. પોર્ટ ઓફ સ્પેનમાં ટેસ્ટ મેચનો બીજો દિવસ વિરાટ કોહલીના નામે રહ્યો હતો. 500મી મેચમાં વિરાટ કોહલીએ (Virat Kohli) 29મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. તેના કરિયરની આ 76મી સેન્ચુરી હતી. બીજા દિવસે 2 સેશન સુધી બેટિંગ કરીને ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમં 438 રન બનાવ્યા હતા. દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 1 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા.
Queen’s Park Ovalની આ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાસે હવે 352 રનની લીડ છે. વિરાટ કોહલીની સેન્ચુરી બાદ જાડેજા અને અશ્વિનને પણ ફિફટી ફટકારી હતી. ભારતીય ટીમ માટે 5 બેટ્સમેનોએ 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ પણ પોતાના ટીમના સારી શરુઆત અપાવી હતી.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
500મી ટેસ્ટમાં કોહલીની સેન્ચુરી
Ending a 5-year wait in his 500th Int’l Game with a 💯
Just @imVkohli things! .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/5j5td33iO2
— FanCode (@FanCode) July 21, 2023
વર્ષ 2016 બાદ એટલે કે 7 વર્ષ બાદ કેરેબિયન જમીન પર વિરાટ કોહલીએ સેન્ચુરી ફટકારી હતી. પ્રથમ દિવસે તે 87 રન પર નોટઆઉટ રહ્યો હતો. બીજા દિવસે અડધા કલાકની અંદર તેણે પોતાની 29મી ટેસ્ટ સેન્ચુરી પૂરી કરી હતી. તે 500મી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. 76 સેન્ચુરી ઝડપથી ફટકારનાર પણ તે પ્રથમ બેટ્સમેન બન્યો છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની 18 વર્ષીય મહિલા ખેલાડીએ ઇસ્લામ માટે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ઈશાન કિશને ગુમાવી તક, જાડેજા-અશ્વિનની ફિફટી
En Garde 🤺
The sword’s out⚔️ for #RavindraJadeja after a 🔝 half-century 🔥#WIvIND #SabJawaabMilenge #JioCinema pic.twitter.com/Wv2tU5Is7C
— JioCinema (@JioCinema) July 21, 2023
વિરાટ કોહલી બાદ જાડેજાએ પોતાની ફિફટી પૂરી કરી હતી. કોહલી-જાડેજા વચ્ચે 159 રનની પાર્ટનરશીપ થઈ હતી, જેને કારણે ભારતીય ટીમનો સ્કોર 350 રન થયો હતો. વિરાટ કોહલી 121 રન બનાવી રન આઉટ થયો હતો. ત્યાર બાદ જાડેજા 61 રન અને ઈશાન કિશન 25 રન બનાવીને પવેલિયન તરફ પાછા ફર્યા હતા. આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જુઓ Video
વેસ્ટ ઈન્ડિઝની દમદાર શરુઆત
It only took 2 deliveries to dismiss Chanderpaul. @imjadeja spinning his magic! . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/NW1lmoUCXv
— FanCode (@FanCode) July 21, 2023
ભારતીય ટીમ 438 રન પર ઓલઆઉટ થઈ હતી. ત્રીજા સેશનથી વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગની શરુઆત થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ઓપનિંગ જોડીએ દમદાર પાર્ટનરશીપ કરતા 71 રન સ્કોરબોર્ડ પર નોંધ્યા હતા. 35મી ઓવરમાં જાડેજાએ ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ચંદ્રપોલ 33 રન બનાવી આઉટ થયો હતો. દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 86/1 રહ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ, ભારતીય ટીમથી 352 રન પાછળ છે.