Sachin Tendulkar Playing-11: સચિન તેંડુલકરે પસંદ કરી IPLની બેસ્ટ પ્લેઇંગ 11, ભારતના આ દિગ્ગજ ખેલાડીઓને જગ્યા ન મળી

IPL 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) પૂરી થઈ ગઈ છે અને હવે આ સિઝનનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે લીગની 10 ટીમમાં રમી રહેલ ખેલાડીઓમાથી પોતાની બેસ્ટ પ્લેઇંગ 11 ટીમ જાહેર કરી છે.

Sachin Tendulkar Playing-11: સચિન તેંડુલકરે પસંદ કરી IPLની બેસ્ટ પ્લેઇંગ 11, ભારતના આ દિગ્ગજ ખેલાડીઓને જગ્યા ન મળી
Sachin Tendulkar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 4:24 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) પૂરી થઈ ગઈ છે અને હવે આ સિઝનનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ આ સમય દરમિયાન ખૂબ જ સક્રિય જોવા મળ્યા છે. હવે જ્યારે સિઝન પૂરી થઈ ગઈ છે ત્યારે સચિન તેંડુલકરે ટૂર્નામેન્ટમાં વધુ સારું પ્રદર્શન કરનાર પોતાના શ્રેષ્ઠ પ્લેઈંગ-11 ની પસંદગી કરી છે. નવાઈની વાત એ છે કે સચિનની આ ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli) અને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જેવા દિગ્ગજોનું નામ નથી.

સચિન તેંડુલકરે તેની યુટ્યુબ ચેનલ પર IPL 2022 ના પ્લેઈંગ-11 વિશે જણાવ્યું છે. સચિન તેંડુલકરે ઓપનિંગ જોડી માટે શિખર ધવન, જોસ બટલરને પસંદ કર્યા છે. જેમાં તેણે બટલરના શાનદાર ફોર્મ અને બહોળા અનુભવને તક આપી છે.

સચિન તેંડુલકરે નંબર-3 માટે કેએલ રાહુલને પસંદ કર્યો છે. સચિનને ​​રાહુલનો સતત રન કરવાનો અનુભવ પસંદ આવ્યો છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ચોથા નંબરે સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યાને તેના શાનદાર નેતૃત્વ માટે ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ત્યાર બાદ ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન, દિનેશ કાર્તિકનો નંબર આવે છે. જો બોલિંગની વાત કરીએ તો સચિન તેંડુલકરે રાશિદ ખાન, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલના નામ સામેલ કર્યા છે.

સચિન તેંડુલકરની પ્લેઇંગ 11: શિખર ધવન, જોસ બટલર, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા (સુકાની), ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટોન, દિનેશ કાર્તિક, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

મહત્વની વાત એ છે કે આઇપીએલના 4 ટાઇટલ જીતનાર ચેન્નઇ સુપર કિંગ્સ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને આઇપીએલના 5 ટાઇટલ જીતાડનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્માને સચિન તેંડુલકરે પોતાની બેસ્ટ પ્લેઇંગ 11 માં સ્થાન આપ્યું નથી. જો કે આ સિઝનમાં ધોની (MS Dhoni) , રોહિત શર્મા અને વિરાટ કોહલી નિષ્ફળ સાબિત થયા હતા. રોહિત શર્મા (Rohit Sharma) આ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. જ્યારે વિરાટ કોહલી ત્રણ વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">