IPL 2022 ની સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નવી જર્સી લોન્ચ કરી

IPL 2022: આઈપીએલની ફ્રેન્ચાઇઝી બેંગ્લોરની ટીમે શનિવારે સાંજે નવી જર્સી લોન્ચ કરી.

IPL 2022 ની સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નવી જર્સી લોન્ચ કરી
RCB New Jersey (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 12:09 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં આગામી સિઝનની પ્રથમ મેચ 26 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ એપિસોડમાં, ઘણી ફ્રેન્ચાઈઝી નવી સીઝનને લઈને તેમની જર્સીમાં ફેરફાર કરી રહી છે અને તેને સોશિયલ મીડિયા દ્વારા રિલીઝ કરી રહી છે. જેમાં 12 માર્ચે જ્યાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે સવારે તેમની નવી જર્સી લોન્ચ કરી હતી. તેવી જ રીતે તેજ દિવસે મોડી સાંજે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની ટીમે પણ આગામી સિઝનને લઈને ટીમની નવી જર્સી લોન્ચ કરી હતી. 3 વખત IPL ફાઇનલમાં પહોંચેલી RCB ટીમ આ સિઝનમાં પ્રથમ વખત ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરવા માંગે છે.

RCB ટીમની નવી જર્સીની વાત કરીએ તો તેમાં રેડ અને બ્લેક કલરનું કોલોબ્રેશન જોવામાં આવે છે. જેમાં ઉપરના ભાગમાં કાળો રંગ જોવા મળશે, જ્યારે લાલ રંગ નીચેના ભાગમાં જોવા મળશે. RCB અનબોક્સ ઇવેન્ટમાં બેંગલોર ફ્રેન્ચાઇઝી દ્વારા નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

ટીમે નવા સુકાનીની જાહેરાત કરી

2021 સીઝન દરમિયાન, RCB ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દરેક ક્રિકેટ ચાહકો બેંગ્લોર ટીમના નવા કેપ્ટનની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેમાં નવી જર્સીના અનાવરણ સાથે, RCBએ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને તેમની ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા હતા.

આ વખતે મેગા ઓક્શન દરમિયાન બેંગ્લોરની ટીમે પોતાની સાથે ઘણા નવા ખેલાડીઓને સામેલ કર્યા હતા, જ્યારે એબી ડી વિલિયર્સની નિવૃત્તિ બાદ ટીમમાં તેની કમી ચોક્કસથી અનુભવાશે. બેટિંગમાં આ વખતે ટીમમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ સિવાય ફાફ ડુ પ્લેસિસ અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ હશે.

IPL 2022 માટે બેંગ્લોરની ટીમ

વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ (સુકાની), હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેજલવુડ, શહબાજ અહમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમરોર, ફિન એલન, શેરફેન રદરફોર્ડ, જેશન બેરનડ્રોફ, સુયશ પ્રભુ દેશાઈ, ચામા મિલિંદ, અનીશ્વર ગૌતમ, લુવાનીથ સિસોદિયા, ડેવિડ વિલી.

આ પણ વાંચો : IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ સૌથી વધારે વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો

આ પણ વાંચો : IPL 2022: ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બનતા વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, Video

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
કલોલ નગરપાલિકા પર ટોળાએ કર્યો પથ્થરમારો
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાવાની આગાહી
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">