મુંબઈ-વિદર્ભ વચ્ચે મેચ ડ્રો થઈ તો કોન બનશે રણજી ટ્રોફી ચેમ્પિયન? જાણો શું કહે છે નિયમ
રણજી ટ્રોફીના ઈતિહાસમાં ક્યારે પણ 380 રનથી વધારે ટાર્ગેટ ચેન્જ થયો નથી. જો વિદર્ભ 538 રનનો ટાર્ગેટ ચેન્જ કરી લે છે તો મુંબઈને હરાવી ઈતિહાસ રચશે.અજિંક્ય રહાણેની આગેવાનીમાં મુંબઈ 42મી વખત રણજી ટ્રોફી ટાઈટલ જીતવાને નજીક છે
વાનખેડેમાં રમાઈ રહેલી રણજી ટ્રોફી 2023-24ની ફાઈનલમાં મુંબઈનું પલડું વિદર્ભ પર ભારે છે. મુંબઈએ વિદર્ભને 538 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધીથી લઈ ચોથા દિવસની રમત શરુ થઈ ચૂકી છે. આ ન્યુઝ લખાય છે ત્યાં સુધી વિદર્ભે 2 વિકેટ ગુમાવી 64 રન બનાવ્યા છે. હજુ 2 દિવસની રમત એટલે કે, 180 ઓવર વધી છે. હવે પરિણામ પણ નક્કી છે.
રણજી ટ્રોફી ટાઈટલ જીતવાને નજીક
અજિંક્ય રહાણેની આગેવાનીમાં મુંબઈ 42મી વખત રણજી ટ્રોફી ટાઈટલ જીતવાને નજીક છે. જો મેચ ડ્રો રહી તો પણ મુંબઈની ટીમ ચેમ્પિયન બનશે. રણજી ટ્રોફીના નિયમ અનુસાર મેચ ડ્રો રહે તો પહેલી ઈનિગ્સમાં લીડ મેળવનારી ટીમ ચેમ્પિયન બની જાય છે. મુંબઈએ પહેલી ઈનિગ્સમાં 224 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિદર્ભની ટીમ 105 રન પર આઉટ થઈ હતી. મુંબઈને 119 રનની લીડ મળી હતી બીજી ઈનિગ્સમાં મુંબઈએ 418 રન બનાવ્યા હતા.
What. A. Delivery
Tanush Kotian dismisses Dhruv Shorey with an absolute cracker.
Vidarbha lose openers in quick succession.#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/OLIyriCCpZ
— BCCI Domestic (@BCCIdomestic) March 13, 2024
રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ રેકોર્ડ
રણજી ટ્રોફીના ઈતિહાસમાં ક્યારે પણ 380થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી. 350 ઉપર સ્કોર 5 વખત ચેઝ થયો છે. 3 વખત 370 ઉપર ચેઝ થયો છે. જો વિદર્ભની ટીમ 539 રનનો ટાર્ગેટ ચેન્જ કરી લે છે તો તે ઈતિહાસ રચી દેશે. રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ રેકોર્ડ રેલવેના નામે છે. આ સીઝનમાં ત્રિપુરા વિરુદ્ધ 378 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
મુંબઈ પાસે 8 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની તક છે. મેચમાં હજુ પણ મુંબઈની સ્થિતિ મજબુત જોવા મળી રહી છે. 41 વખત ચેમ્પિયન બની ચુકેલી મુંબઈએ છેલ્લું ટાઈટલ 2015-16માં સૌરાષ્ટ્ર વિરુદ્ધ જીત્યું હતુ.
આ પણ વાંચો : વિદર્ભ સામે છે પહાડો જેવો ટાર્ગેટ, 42મી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાની નજીક છે મુંબઈની ટીમ