કરોબો, લોડબો ઔર જીતબો…કોલકાતા નાઈટ રાઈડર્સે તેમનું સૂત્ર સાચું સાબિત કર્યું છે. આઈપીએલ 2024ની ફાઇનલમાં કોલકાતાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, લડત આપી અને અંતે ટાઇટલ જંગ જીતી. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. શાહરૂખ ખાનની ટીમે ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો અને 10 વર્ષ બાદ આ ટીમ ચેમ્પિયન બની. કોલકાતા છેલ્લે 2014માં IPL જીત્યું હતું. તે સમયે કેપ્ટન ગૌતમ ગંભીર હતો અને આ સિઝનમાં આ ખેલાડી ટીમનો મેન્ટર છે અને તેના માર્ગદર્શનમાં આ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બની છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચ એકતરફી રીતે જીતી લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને પેટ કમિન્સનો આ નિર્ણય ટીમ માટે બેકફાયર થયો. હૈદરાબાદનો દાવ પ્રથમ ઓવરમાં જ ખોરવાઈ ગયો હતો. KKRના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અભિષેક શર્માને માત્ર 2 રન પર બોલ્ડ કર્યો હતો. આ પછી બીજી ઓવરમાં વૈભવ અરોરાએ ટ્રેવિસ હેડને ખાતું પણ ખોલવા દીધું ન હતું. રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી શક્યો હતો.
2012, 2014, and pic.twitter.com/9nm5XCx5Pz
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024
આ સિવાય માર્કરામ-20, નીતિશ રેડ્ડી-13 અને ક્લાસેન-16 રન બનાવીને આઉટ થયા હતા. એકંદરે હૈદરાબાદની ટીમ 113 રન જ બનાવી શકી હતી. કેકેઆરના બોલરોએ સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગને તબાહ કરી નાખી હતી. રસેલે માત્ર 19 રનમાં 3 વિકેટ લીધી હતી. સ્ટાર્કને 2 સફળતા મળી હતી. હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી હતી. નારાયણે 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી હતી. ચક્રવર્તીએ 9 રનમાં 1 વિકેટ લીધી હતી.
Dear BCCI
HIRE HIM AS TEAM INDIA HEAD COACH ASAP
He can only beat the Australian Mentality pic.twitter.com/RiJ81DWEjp
— The Khel India (@TheKhelIndia) May 26, 2024
ચેન્નાઈની પીચ પર જ્યાં હૈદરાબાદની બેટિંગ ફ્લોપ રહી હતી, ત્યાં કોલકાતાના બેટ્સમેનોએ તબાહી મચાવી હતી. નારાયણ 6 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ પછી ગુરબાઝ અને વેંકટેશ અય્યરે 91 રનની ભાગીદારી કરીને ટીમને IPL ચેમ્પિયન બનાવી હતી.
આ પણ વાંચો : IPL 2024 Final Live KKR vs SRH : સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2024માં ચેમ્પિયન