AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હિટમેન પર પ્રેમનો વરસાદ, જન્મદિવસ પર પત્નીનો સ્પેશિયલ મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

બે T20 વર્લ્ડ કપ, પાંચ IPL ટ્રોફી, હજારો રન, અનેક સદી, કેટલીય યાદગાર ઈનિંગ અને મેચોના વિજેતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માના 39 મા જન્મદિવસ પર પત્ની રિતિકા સજદેહે ખાસ મેસેજ શેર કરી શુભેચ્છા પાઠવી હતી. રિતિકા સજદેહની આ સ્પેશિયલ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

Breaking News: હિટમેન પર પ્રેમનો વરસાદ, જન્મદિવસ પર પત્નીનો સ્પેશિયલ મેસેજ, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ
Ritika Sajdeh birthday post for Rohit SharmaImage Credit source: X/Instagram
| Updated on: Apr 30, 2026 | 8:45 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે ચાહકો, સાથી ખેલાડીઓ અને ક્રિકેટ જગતમાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તેની પત્ની રિતિકા સજદેહ દ્વારા શેર કરાયેલા ઈમોશનલ મેસેજે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

રોહિત શર્મા માટે રિતિકા સજદેહનો ખાસ મેસેજ

રિતિકા સજદેહે Instagram પર શેર કરેલી પોસ્ટમાં તેના અને રોહિત શર્માના સંબંધની ઊંડી લાગણીઓ વ્યક્ત કરી. તેણીએ ખૂબ સરળ પરંતુ દિલથી લખેલા શબ્દોમાં જણાવ્યું કે રોહિત માત્ર જીવનસાથી જ નહીં, પરંતુ તેનો બેસ્ટ ફ્રેન્ડ અને જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ મેસેજ ચાહકોના દિલને સ્પર્શી ગયો.

View this post on Instagram

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

પત્નીએ રોહિત માટે કરી ખાસ પોસ્ટ

રિતિકા સજદેહની પોસ્ટમાં પ્રેમ, વિશ્વાસ અને લાંબા સમય સુધી (આજીવન) સાથે રહેવાની ઈચ્છા સ્પષ્ટ રીતે જોવા મળી. રિતિકાએ લખ્યું કે આ જીવનમાં જે કંઈ તેઓ સાથે વિતાવે છે તે અનેક જીવન સુધી ચાલે તેવી તેની આશા છે. આ ઈમોશનલ મેસેજમાં પતિ-પત્નીના સંબંધની મજબૂતી અને નિકટતા છલકે છે.

પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે. લાખો લોકોએ તેને લાઈક કરી છે અને હજારો કોમેન્ટ્સ દ્વારા ચાહકોએ બંને માટે શુભેચ્છાઓ પાઠવી છે. ચાહકો માટે આ માત્ર એક જન્મદિવસનો મેસેજ નહીં, પરંતુ રોહિતના વ્યક્તિગત જીવનની એક સુંદર ઝલક બની રહી છે.

રોહિત શર્માનો શાનદાર રેકોર્ડ

ક્રિકેટમાં રોહિત શર્માએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારત માટે હજારો રન, અનેક સદી કેપ્ટન તરીકે અનેક સિરીઝમાં જીત, ઉપરાંત કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન અને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવવું રોહિતના શાનદાર રેકોર્ડમાં સામેલ છે.

મુંબઈ ઈન્ડિયન્સે હિટમેનને શુભેચ્છા પાઠવી

જન્મદિવસના અવસરે મુંબઈ ઈન્ડિયન્સ સહિત અનેક ટીમો અને ખેલાડીઓએ તેને શુભેચ્છાઓ પાઠવી. મુંબઈ ઈન્ડિયન્સે તેને “હિટમેન” કહી સંબોધતા ખાસ સંદેશ શેર કર્યો, જે ચાહકોમાં વધુ ઉત્સાહ જગાવી ગયો. આ રીતે, રોહિત શર્માનો જન્મદિવસ માત્ર ક્રિકેટ જગત માટે નહીં પરંતુ તેમના વ્યક્તિગત જીવનના પ્રેમભર્યા ક્ષણો માટે પણ યાદગાર બની ગયો છે.

Breaking News: રાતોરાત IPL 2026 છોડી પોતાના દેશ ચાલ્યા ગયા એક જ ટીમના ત્રણ ખેલાડીઓ, જાણો કેમ

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">