IPL 2024: જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી? હર્ષા ભોગલેનો મોટો દાવો!

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને ચાલી રહેલા ડ્રામા વચ્ચે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ ન મળવાથી નારાજ છે. આ અંગે સિનિયર કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

IPL 2024: જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી? હર્ષા ભોગલેનો મોટો દાવો!
Bumrah, Hardik & Suryakumar
Follow Us:
| Updated on: Apr 05, 2024 | 5:44 PM

IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સોંપવામાં આવી ત્યારે શરૂ થયેલ ડ્રામા હજુ પણ ચાલુ જ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપરાંત હાર્દિક પંડ્યાને સ્ટેડિયમમાં પ્રશંસકોના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે એવું લાગે છે કે કદાચ ટીમના કેટલાક ખેલાડીઓ હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યાથી ખુશ નથી. ઘણા ક્રિકેટરોએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે પ્રખ્યાત ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ હાર્દિક વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

હાર્દિક મુંબઈનો કેપ્ટન બન્યો અને વિરોધ શરૂ થયો

IPL 2024 ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સના ટ્રેડ દ્વારા હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે અચાનક જ હાર્દિકને ટીમનો નવો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી. આનાથી ફેન્સ ગુસ્સે થઈ ગયા અને હાર્દિકને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ મામલે હર્ષા ભોગલેએ શું કહ્યું?

હવે આ બાબતે હર્ષા ભોગલેએ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પણ આ નિર્ણયથી ખુશ નથી. કારણ કે રોહિત બાદ બુમરાહ અને સૂર્યા આ ટીમના સૌથી સિનિયર ખેલાડી છે. આ સિવાય સૂર્યા આ પહેલા મુંબઈની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. જ્યારે બુમરાહ ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન છે. તેણે ટેસ્ટમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી છે.

બુમરાહ-સૂર્યા હાર્દિકની કેપ્ટનશિપથી નારાજ છે?

હર્ષા ભોગલેએ વધુમાં કહ્યું કે, ગૌતમ ગંભીરે સૂર્યાની ક્ષમતાને ઓળખીને ઘણા સમય પહેલા તેને કોલકાતા નાઈટ રાઈડર્સનો ઉપ-કેપ્ટન બનાવ્યો હતો. સૂર્યા વિચારતો હશે કે રોહિત નહીં તો હું કેમ નહીં. બુમરાહ પણ કંઈક આવું જ વિચારતો હશે. કારણ કે તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે, તે એક શાનદાર બોલર છે, રમત સારી રીતે સમજે છે અને તે હાલમાં ભારતીય ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. આ તમામ બાબતોને જોતા લાગે છે કે બંને ખેલાડીઓ હાર્દિકની કેપ્ટનશિપથી નારાજ છે.

મુંબઈ ઈન્ડિયન્સને હર્ષ ભોગલેની સલાહ

ભોગલેએ મુંબઈ ઈન્ડિયન્સને સલાહ આપી હતી કે આ નાટકમાં સામેલ કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર જે કહેવામાં આવી રહ્યું છે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. જો કે આ કરવું સરળ નથી, હું દરેક યુવા ખેલાડીને આ કહું છું. હું ચાહકોના દૃષ્ટિકોણથી આ કહી રહ્યો છું કારણ કે ચાહકો આ રમતનો આત્મા અને હૃદય છે. આ તમામ સંજોગો છતાં તમામ ખેલાડીઓએ પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

શ્રીસંતે પણ આ મામલે નિવેદન આપ્યું

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર એસ શ્રીસંતે પણ આ મામલે નિવેદન આપ્યું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું હાર્દિકની કેપ્ટન્સીમાં રોહિત શર્મા ખરેખર અસ્વસ્થતા અનુભવી રહ્યો છે. તેના પર તેણે કહ્યું કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ માહી ભાઈની કેપ્ટનશીપમાં રમ્યા છે અને અમે 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો છે. હું રોહિતને જેટલું જાણું છું, મને નથી લાગતું કે તે આ બધી બાબતો પર ધ્યાન આપશે અને ખુલીને બેટિંગ કરવાનો પ્રયાસ કરશે. શ્રીસંત ઉપરાંત સેહવાગ સહિત અન્ય ખેલાડીઓએ પણ પંડ્યાની કેપ્ટનશીપનો બચાવ કર્યો છે.

આ પણ વાંચો : IPL 2024: હાર્દિક અને રોહિત વચ્ચેના મતભેદો ખતમ થઈ ગયા! હવે મુંબઈ IPLમાં ધૂમ મચાવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ, ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જ
g clip-path="url(#clip0_868_265)">