Jamnagar : આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી, જુઓ Video

Jamnagar : આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2024 | 4:50 PM

ઉનાળીની આકરી ગરમીના પગલે ડોકટર વારંવાર પાણી પીવાની અપીલ કરી રહ્યા છે. ત્યા જામનગરના અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેના પગલે અનેક લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે.

કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં આવતીકાલે પાણીકાપ ઝીંકાયો છે. નર્મદાની પાઈપલાઈનમાં સમારકામના કારણે નવાગામ ઘેડ, બેડી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણીનું વિતરણ નહીં થઈ શકે. માટેલ ચોક,રાજ રાજેશ્વરી, ગાયત્રીનગર, જલારામનગર સહિત અંદાજે બે ડઝન સોસાયટીઓમાં આવતીકાલે પાણીકાપ રહેશે.

પાણીકાપની અસર અંદાજે 40 હજાર લોકોને થશે. જો કે એક દિવસના પાણીકાપ બાદ બીજા દિવસે નિયમિત રીતે પાણીનું વિતરણ થશે. બીજી તરફ સુરેન્દ્રનગરના કેટલાંક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો છે. ચોટીલાના કાળાસર ગામે પૂરતું પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાત ATSએ તપાસ હાથ ધરી, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">