BCCI સેક્રેટરી જય શાહે કમાલ કરી બતાવી, હજારો ભારતીય ક્રિકેટરો તેમના માટે જીવનભર પ્રાર્થના કરશે
BCCI સેક્રેટરી જય શાહે ભારતમાં ક્રિકેટને એક અલગ સ્તર પર લઈ જવા માટે ઘણા નિર્ણયો લીધા છે. હવે તેમણે ફરી એકવાર કંઈક એવું કર્યું છે જેનાથી હજારો ક્રિકેટ ખેલાડીઓને ફાયદો થશે. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયા પણ આવનારા સમયમાં વધુ મજબૂત બનશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આવા ઘણા મોટા નિર્ણયો લીધા છે જેનાથી દેશના ખેલાડીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. આ વખતે તેણે દેશના 6 રાજ્યોના ક્રિકેટરોને એવી ભેટ આપી છે જે કદાચ તેઓ ક્યારેય નહીં ભૂલી શકે અને એટલું જ નહીં, તેનાથી ટીમ ઈન્ડિયાને લાંબા ગાળે ઘણો ફાયદો થશે.
6 રાજ્યોમાં ઈન્ડોર ક્રિકેટ એકેડમીનો શિલાન્યાસ
હકીકતમાં, BCCIએ ઉત્તર-પૂર્વના રાજ્યોના ઉભરતા ક્રિકેટ ખેલાડીઓની મદદ માટે સોમવારે 6 રાજ્યોમાં ઈન્ડોર ક્રિકેટ એકેડમીનો શિલાન્યાસ કર્યો છે. આ ઈન્ડોર ક્રિકેટ એકેડમી અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને સિક્કિમમાં ખુલશે. આ રાજ્યોની રાજધાનીઓ એટલે કે શિલોંગ, ઈટાનગર, કોહિમા, આઈઝોલ, ઈમ્ફાલ અને ગંગટોકમાં તમામ ઈન્ડોર એકેડમી ખુલશે.
જય શાહે આપ્યા સમાચાર
BCCI સચિવ જય શાહે ‘X’ પર આ સારા સમાચારની માહિતી આપી હતી. જય શાહે લખ્યું કે, ‘નોર્થ ઈસ્ટમાં BCCIની આગામી અત્યાધુનિક ઈન્ડોર ટ્રેનિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કરતા હું સન્માનિત અનુભવી રહ્યો છું. ચોમાસાની મોસમ દરમિયાન, આ રાજ્યોમાં ક્રિકેટ સંપૂર્ણ રીતે સ્થગિત થઈ જાય છે, જેના કારણે આ 6 રાજ્યોના ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરવા માટે કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ અથવા અમદાવાદના ઈન્ડોર સેન્ટરમાં જવું પડ્યું હતું.
Honoured to have laid the foundation stone for BCCI’s upcoming state-of-the-art indoor training facilities in the North East! Our cricketers from six states – Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, and Sikkim—will soon benefit from world-class indoor nets,… pic.twitter.com/8DcO0lOfrh
— Jay Shah (@JayShah) May 20, 2024
ક્રિકેટરોને આ સુવિધાઓ મળશે
જય શાહે જણાવ્યું હતું કે 6 રાજ્યોના આ ખેલાડીઓને ટૂંક સમયમાં જ વર્લ્ડ ક્લાસ ઈન્ડોર નેટ્સ, ઈન્ડોર સ્વિમિંગ પૂલ અને ફિટનેસ સેન્ટર મળશે, જેથી તેઓ આખા વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરી શકે. આ ફિટનેસ સેન્ટરોમાં વર્લ્ડ ક્લાસ મશીનો લગાવવામાં આવશે. સ્વાભાવિક છે કે, BCCIના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વના ખેલાડીઓની રમત એક અલગ જ સ્તરે પહોંચી જશે.
આ પણ વાંચો : Para Athletics Championships : ભારતની દીપ્તિએ જાપાનમાં ઇતિહાસ રચ્યો, પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ વીડિયો
