ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાં એક વેપારીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. સવારના અરસા દરમિયાન વેપારી પોતાની દુકાન તરફ જવા માટે નિકળ્યા હતા ત્યારે જ રસ્તામાં અજાણ્યા બાઈક ચાલકોએ વેપારીને મોપેડ પરથી નીચે પાડી દઈને ચાકુ બતાવીને 6.15 લાખ રુપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો.

| Updated on: May 20, 2024 | 5:09 PM

હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમાં એક વેપારીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે. સવારના અરસા દરમિયાન વેપારી પોતાની દુકાન તરફ જવા માટે નિકળ્યા હતા ત્યારે જ રસ્તામાં અજાણ્યા બાઈક ચાલકોએ વેપારીને મોપેડ પરથી નીચે પાડી દઈને ચાકુ બતાવીને 6.15 લાખ રુપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

જૂની સ્ટેટ બેંકથી જૈન દેરાસર તરફ જવા દરમિયાન વેપારીને રસ્તામાં લૂંટી લેવામાં આવ્યા હતા. અજાણ્યા બાઈક ચાલક શખ્શોએ ગલીઓ વાળા રસ્તા પર આવીને વેપારીને નીચે પાડી દીધા હતા. વેપારી પાસે રોકડ રકમ હતી અને જે થેલામાં ભરેલી હતી. જેને લઈને લુંટારુઓ ફરાર થઈ ગયા હતા. બેગમાં 6 લાખ 15 હજાર રુપિયાની રોકડ રકમ ભરેલી હતી.

વેપારીની માર્કેટયાર્ડમાં દુકાન

વેપારી મોહમંદયુસુફ અબ્દુલરજાક શેઠ હિંમતનગર શહેરમાં માર્કેટયાર્ડમાં દુકાન ધરાવે છે. તેઓ પોલાગ્રાઉન્ડમાં રહે છે અને જ્યાંથી સવારે દુકાન ખોલવાના સમયે ઘરેથી નિકળીને દુકાને જવા મોપેડ લઈને નિકળ્યા હતા. આ દરમિયાન શહેરના બગીચા વિસ્તારમાં પહોંચતા જ ત્યાં પાછળથી એક પુરપાટ ઝડપે એક બાઈક આવેલ અને તેની પર ત્રણ અજાણ્યા યુવકો હતા.

યુવકોએ વેપારીના મોપેડને રોકાવી દઈને ધક્કો મારીને નિચે પાડી દીધા હતા. આ દરમિયાન ત્રણમાંથી એક યુવકે તેમનો થેલો ઝૂંટવવા માટે પ્રયાસ કર્યો હતો. આ વખતે બીજા શખ્શે કહ્યું હતુ કે, તારી પાસે રહેલ ચાકુ મારી દે એમ કહ્યું હતુ. યુવકે ચાકુનો પાછળનો મુઠનો ભાગ કપાળના ભાગે મારી દીધો હતો. આમ ઘાયલ કરીને લૂંટ કરીને ત્રણેય યુવકો બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. લુંટારુ યુવકો મરચાંની ભુકી લઈને આવ્યા હતા અને એ પણ સ્થળ પર નાંખી દીધેલ મળી આવેલ.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">