AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોડિનારના રેવન્યુ વિસ્તારમાં વિફરેલી સિંહણે મચાવ્યો આતંક, 48 કલાકથી રહેણાંકમાં ધામા નાખતા સ્થાનિકોમાં ફફડાટ- Video

ગીર સોમનાથમાં કોડીનારના રેવન્યુ વિસ્તાર અને નવાગામની વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે, સિંહણે માનવ હુમલો કરતા લોકોમાં ફફટાડ ફેલાયો છે,સિંહ પરિવારના આતંકને કારણે ગીર સોમનાથ જીલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે,આસપાસનાં ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ પકડે એટલે અમને રાહતનો શ્વાસ મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2024 | 3:33 PM
Share

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો છે. છેલ્લી 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા છે. સિંહ પરિવારનાં આતંકને કારણે ગીર સોમનાથ જીલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે.આસપાસનાં ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે,તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે. જોકે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમો બે દિવસથી જહેમત ઉઠાવી રહી છે.પણ સફળતા નથી મળી.

ગરમીને કારણે સિંહો જંગલ વિસ્તાર છોડી રહેણાંક તરફ વળ્યા

હાલમાં ભીષણ ગરમી તેનુ અસલી સ્વરૂપ બતાવી રહી છે ત્યારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડે છે. હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ગત તારીખ 16ના રોજ વહેલી સવારે કોડીનાર ખાનગી કોલોની સિમેન્ટ કંપની કોલોનીમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને પોતાના બચ્ચાને કોલોનીમાં એકલા મૂકી સિંહણ જતી રહી હતી. જેને વનવિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સિંહ,સિંહણ અને 3 બચ્ચાંઓનું મિલન કરાવ્યું હતુ. સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહેતા કોલોનીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો.

આજ વિસ્તારથી 1 કિ.મી દૂર આવેલા નવાગામ ખાતે તા.17નાં સવારે વાડી વિસ્તારમાં આવેલ પ્રભાતસિંહના ફાર્મ ખાતે આજે સવારે નવ કલાકે આંબાવાડીના ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાં કેરી ઉતારવા જતી વખતે સિંહણે અચાનક હુમલો કરી દિનેશભાઈની છાતી પર સિંહણ બેસી હતી. જોકે દિનેશભાઈએ બહાદુરીપૂર્વક બાથ ભીડી સિંહણને હટાવી જીવ બચાવ્યો હતો.

સિંહ પરિવારને પાંજરે પુરવા નવાગામના લોકોની માગ

આ ઘટના બાદ વનવિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હુમલો કરેલા સિંહ પરિવારને શોધવાની અને પાંજરે પૂરી રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શરુ કરાઈ છે. આ કવાયતને બે દિવસ થઈ જવા છતાં પણ વન વિભાગને સફળતા પ્રાપ્ત થઈ નથી. જેને પગલે નવાગામ વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાની વાડીએ માલઢોરને સાચવવા પણ એકલા જતા નથી કે વાડીએ કામ કરવા પણ એકલા જતા નથી અને સાંજના સમયે માલઢોરને દૂધ દોહવાના સમયે સિંહોની ત્રાડો સાંભળી માલ ઢોર પણ ડરી જાય છે. દૂધ પણ આપતા નથી તો બીજી તરફ જે જગ્યાએ પશુ દૂધ આપે છે ત્યાં કોઈ જવા તૈયાર નથી અને જો કોઈ વાડીએ પરિવાર સાથે દૂધ દોહવા જાય તો લોકોએ ખાસ તો ચોકી પહેરો કરવો પડે છે ત્યારે આ સિંહ પરિવારે અહીંનો તમામ વિસ્તાર છે તે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે વન વિભાગના જામવાળા રેંજનો સ્ટાફ આ સિંહ પરિવારને સલામત સ્થળે સ્થળાંતર કરવા સતત પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે નવાગામના લોકોની એક જ માંગ છે કે આ સિંહ પરિવારને અહીંથી સલામત સ્થળે જંગલમાં ખસેડે તો જ અહીંના લોકો ભયમુક્ત બની જનજીવન રાબેતા મુજબ થઈ શકે તેમ છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

આ પણ વાંચો: એકવાર ખોરાક તળ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં! જાણો શું કહે છે ICMRનું રિસર્ચ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">