20, May 2024 

ધર્મેન્દ્ર થી લઈ જાહ્નવી કપૂર સુધી મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ

લોકસભા ચૂંટણી 2024નું મતદાન ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય લોકો અને સેલેબ્સ પોતાનો મત આપવા પહોંચ્યા છે.

મુંબઈમાં વોટિંગ શરૂ થતાં જ બોલિવૂડ સ્ટાર્સ વોટ આપતા જોવા મળ્યા હતા, જેમાં 88 વર્ષના ધર્મેન્દ્ર ડેશિંગ અંદાજમાં એન્ટ્રી કરી હતી.

અક્ષય કુમાર, રાજકુમાર રાવથી લઈને જાહ્નવી કપૂર સુધી વોટિંગ કરતા જોવા મળ્યા હતા.

શાહિદ કપૂરે વોટિંગની સેલ્ફી શેર કરી છે.

આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન અને પુત્રી આયરા ખાન પણ વોટિંગ બાદ પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

પ્રોડ્યુસર આનંદ પંડિત પણ પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

સુનીલ શેટ્ટી પણ બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટમાં વોટ આપવા આવ્યો હતો.