અમદાવાદમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે જાહેર કર્યુ ગરમીનું રેડ એલર્ટ, શહેરીજનોને 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવા અપીલ- Video
હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા વધતા સન બર્ન અને સન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. આથી શહેરીજનોને કામ સિવાય બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કામ સિવાય બિનજરૂરી રીતે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એડવાઈઝરી જારી કરી છે. બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ન કરવા આદેશ કર્યો છે. સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફેક્ટરી સહિત ઓદ્યૌગિક શ્રમીકો માટે છાશ અને શરબતની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
- લાંબો સમય તડકામાં ન રહેવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો
- નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર રહેવુ અને વિશેષ સાવચેતી રાખવી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 45ને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હીટવેવને પગલે ઝાડા, ઉલ્ટી, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચુકી છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થાય છે હાલ રાજ્યમાં યુવી ઈન્ડેક્સ 10ની આસપાસ નોંધાયો છે.
અમદાવાદમાં યુવી ઈન્ડેક્સ 10 નોંધાયુ છે આ ઉપરાંત આગામી 24 અને 24 મે ના યુવી ઈન્ડેક્સ 12 થવાની સંભાવના છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનવં સ્તર નિશ્ચિત સ્તર કરતા વધવાથી ડ્રિહાઈડ્રેશન, સનબર્ન, સન સ્ટ્રોક અને ચામડીને લગતા રોગો અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો