20 May 2024

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે?

Pic credit - Freepik

મોર્નિંગ નાસ્તાનું નામ લેતા મગજમાં પહેલા પૌઆનું જ નામ આવે છે

પૌઆ વાનગી જ એવી છે કે મહારાષ્ટ્રથી લઈને બિહાર, યુપી, ગુજરાતના લોકો પસંદ કરે છે

જોકે આ વાનગી 5 થઈ 10 મિનિટમાં તૈયાર થાય છે પણ અલગ-અલગ રાજ્યમાં ટેસ્ટ જુદો-જુદો હોય છે

શું તમને બિહારી પૌઆ અને ઈન્દોરી પૌઆ વચ્ચેનું અંતર ખબર છે?

MPમાં બનતા ઈન્દોરી પૌઆની રેસિપી આખી દુનિયામાં ફેમસ છે. તેમાં થોડી સ્વીટનેસ, ડુંગળી, સેવ સાથે પીરસવામાં આવે છે.

બિહારી પૌઆ માત્ર 2 મિનિટમાં જ  તૈયાર થાય છે. તેને બનાવવા માટે પૌઆને ધોઈને તેમાં દહીં અને સાકર મિક્ષ કરવામાં આવે છે

બિહારી પૌઆ બનાવવા માટે, પૌઆને ધોઈને રાખો. ત્યાર પછી કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરુ, મીઠો લીમડો, ડુંગળી, લીલું મરચું, આદુ નાખીને બધા મસાલા નાખીને ફ્રાય કરો.

હવે આ મિશ્રણમાં ધોયેલા પૌઆ નાખો અને તેને સારી રીતે મિક્ષ કરીને કોથમરી નાખીને સર્વ કરો.