Morbi Video : મચ્છી પીઠ વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સોડાની બોટલોથી હુમલો
મોરબીમાં મોડી રાત્રે મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે પથ્થરમારો અને સોડાની બોટલોથી હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી.
ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીમાં બની છે. મોરબીમાં મોડી રાત્રે મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે પથ્થરમારો અને સોડાની બોટલોથી હુમલો કરવામાં આવ્યો હતો.
માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. અગાઉ પણ અનેક વખત આ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદના એરપોર્ટ પર ફરી સિક્યુરિટી અને રિક્ષા ચાલકો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની હતી. ગઈકાલ મોડી રાત્રે એરપોર્ટ સિક્યુરિટી અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. એરપોર્ટ પર પેસેન્જર બોલાવવા રિક્ષા ચાલક અંદર આવતા બોલાચાલી થઈ હતી.
Latest Videos