IPL 2024ની હરાજીમાં KKRએ વેંકટેશ અય્યરના રૂપમાં તેનો પહેલો ખેલાડી ખરીદ્યો હતો. કેકેઆરએ અય્યર માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા. આ ખેલાડીને 23 કરોડ 75 લાખ રૂપિયા મળ્યા છે. વેંકટેશ અય્યર 2021 થી KKR સાથે જોડાયેલા છે. તેણે આ ફ્રેન્ચાઈઝીથી ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ટીમ આ ખેલાડીને જાળવી શકી ન હતી. જોકે, KKRએ અય્યરને હરાજીમાં જવા દીધો ન હતો.
હરાજીમાં ખરીદેલા ખેલાડીઓ
વેંકટેશ અય્યર – 23.75 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો. પરંતુ ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે અય્યરને જાળવી રાખ્યો ન હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે કુલ 6 ખેલાડીઓને જાળવી રાખ્યા અને 69 કરોડ રૂપિયા ખર્ચ્યા. આવી સ્થિતિમાં મેગા ઓક્શન માટે તેમના પર્સમાં માત્ર 51 કરોડ રૂપિયા જ બચ્યા હતા. કોલકાતાને 19 ખેલાડીઓની જરૂર છે, જેમાં 6 વિદેશીઓ માટે સ્લોટ પણ સામેલ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે 2012, 2014 અને 2024માં આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ સંદર્ભમાં, તે IPLની ત્રીજી સૌથી સફળ ટીમ છે. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતાએ IPLના પ્રથમ બે ટાઇટલ જીત્યા હતા. KKR શરૂઆતથી જ તેની ક્ષમતા અને તાકાત માટે જાણીતું છે. આ વખતે હરાજીમાં તે એક જ પ્રકારના ખેલાડીઓ પર સટ્ટો લગાવતી જોવા મળી રહી છે.
સુનીલ નારાયણ – 12 કરોડ રિંકુ સિંહ – 13 કરોડ આન્દ્રે રસેલ – 12 કરોડ વરુણ ચક્રવર્તી – 12 કરોડ રમનદીપ સિંહ – 4 કરોડ હર્ષિત રાણા – 4 કરોડ વેંકટેશ અય્યર – 23.75 કરોડ
Published On - 7:36 pm, Sun, 24 November 24