AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 RR vs GT Live Score: રાજસ્થાનમાં ગુજરાતની 3 વિકેટે જીત

Smit Chauhan
| Edited By: | Updated on: Apr 11, 2024 | 12:01 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 24મી મેચ આજે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ ખુબ જ રોમાંચક રહેશે. બંન્ને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે અને પોઈન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. IPLમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.

IPL 2024 RR vs GT Live Score: રાજસ્થાનમાં ગુજરાતની 3 વિકેટે જીત
RR vs GT

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે IPL 2024ની 24મી મેચ રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07 :30 કલાકે રમાશે. જ્યારે ટોસ 7 વાગ્યે થશે. ગુજરાત ટાઈટન્સની કપ્તાની શુભમન ગિલ કરી રહ્યો છે જ્યારે રાજસ્થાન રોયલ્સની કમાન સંજુ સેમસનના હાથમાં છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Apr 2024 12:01 AM (IST)

    ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 3 વિકેટે જીત

    ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં રાજસ્થાનની આ પ્રથમ હાર છે.

  • 10 Apr 2024 11:26 PM (IST)

    ગુજરાતની છઠ્ઠી વિકેટ પડી, શાહરૂખ આઉટ

    ગુજરાત ટાઇટન્સની વધુ એક વિકેટ પડી. શાહરૂખ ખાન 8 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. અવેશે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ગુજરાતે 17.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા છે. હવે રાશિદ ખાન બેટિંગ કરવા આવ્યો છે.

  • 10 Apr 2024 11:12 PM (IST)

    રાજસ્થાનને મોટો ફટકો, શુભમન આઉટ

    રાજસ્થાન રોયલ્સને મોટી સફળતા મળી. શુભમન ગિલ 44 બોલમાં 72 રન બનાવીને આઉટ થયો હતો. તેને સંજુ સેમસને સ્ટમ્પ આઉટ કર્યો હતો. યુઝવેન્દ્ર ચહલને વિકેટ મળી હતી.

  • 10 Apr 2024 11:07 PM (IST)

    ગુજરાતને જીતવા માટે 30 બોલમાં 73 રનની જરૂર

    ગુજરાત ટાઇટન્સને હવે જીતવા માટે 30 બોલમાં 73 રનની જરૂર છે. ટીમે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. શુભમન ગિલ 42 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. રાહુલ તેવટિયા 1 રન બનાવીને રમી રહ્યો છે.

  • 10 Apr 2024 11:05 PM (IST)

    ગુજરાત ટાઇટન્સને ચોથો ઝટકો, વિજય શંકર આઉટ

    ગુજરાત ટાઇટન્સની ચોથી વિકેટ પડી. વિજય શંકર 10 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચહલે 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે. ગુજરાતે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા છે. શુભમન ગિલ અડધી સદી ફટકાર્યા બાદ રમી રહ્યો છે.

  • 10 Apr 2024 10:58 PM (IST)

    ગુજરાતનો સ્કોર 100 રનને પાર

    ગુજરાત ટાઇટન્સનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ટીમે 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા છે. શુભમન ગિલ 48 રન બનાવીને રમી રહ્યો છે. વિજય શંકર 11 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાન તરફથી બોલિંગ કરતી વખતે કુલદીપ સેને 3 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

  • 10 Apr 2024 10:57 PM (IST)

    ગુજરાતે 12 ઓવરમાં 92 રન બનાવ્યા

    ગુજરાત માટે માર્ગ હજુ પણ મુશ્કેલ છે. તેમને જીતવા માટે 48 બોલમાં 106 રનની જરૂર છે. શુભમન 43 રન બનાવીને રમી રહ્યો છે. 31 બોલનો સામનો કરીને તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિજય શંકર 6 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા છે. હવે ફરી એકવાર કુલદીપ સેન બોલિંગ કરવા આવ્યો છે.

  • 10 Apr 2024 10:50 PM (IST)

    ગુજરાતને જીતવા માટે 114 રનની જરૂર

    ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 54 બોલમાં 114 રનની જરૂર છે. ટીમે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 37 રન બનાવીને રમી રહ્યો છે. વિજય શંકર 4 રન બનાવીને રમી રહ્યો છે.

  • 10 Apr 2024 10:45 PM (IST)

    કુલદીપે રાજસ્થાનને ત્રીજી વિકેટ અપાવી

    કુલદીપ સેને ફરી એકવાર અજાયબી કરી બતાવી છે. તેણે રાજસ્થાનને ત્રીજી વિકેટ અપાવી છે. અભિનવ મનોહર માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. હવે વિજય શંકર બેટિંગ કરવા આવ્યો છે.

  • 10 Apr 2024 10:44 PM (IST)

    ગુજરાતને બીજો ફટકો, વેડ આઉટ

    ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ પડી. મેથ્યુ વેડ 6 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપ સેને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. કુલદીપે રાજસ્થાનને બીજી વિકેટ અપાવી છે.

  • 10 Apr 2024 10:35 PM (IST)

    વરસાદના કારણે મેચ રોકાઈ, ગુજરાતે 10 ઓવરમાં 77 રન બનાવ્યા

    જયપુરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે મેચ રોકાઈ ગઈ છે. મેદાન પર કવર આવી ગયા છે. તમામ ખેલાડીઓ ડગઆઉટ તરફ આવી ગયા છે. ગુજરાતે 10 ઓવરમાં 77 રન બનાવ્યા છે.

  • 10 Apr 2024 10:33 PM (IST)

    ગુજરાતે 10 ઓવરમાં 76 રન બનાવ્યા

    ગુજરાત ટાઇટન્સની ઇનિંગની 10 ઓવર પૂર્ણ થઇ ગઇ છે. ટીમે એક વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા છે. તેને જીતવા માટે 121 રનની જરૂર છે. શુભમન ગિલ 36 રન બનાવીને રમી રહ્યો છે. મેથ્યુ વેડ 4 રન બનાવીને રમી રહ્યો છે.

  • 10 Apr 2024 10:28 PM (IST)

    ગુજરાત તરફથી વેડ-ગીલ કરી રહ્યા છે બેટિંગ

    ગુજરાત ટાઇટન્સે 9 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા છે. શુભમન ગિલ 29 રન બનાવીને રમી રહ્યો છે. મેથ્યુ વેડ 2 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાત તરફથી એકમાત્ર વિકેટ કુલદીપ સેને આપી છે. તેણે એક ઓવર નાખી અને 4 રન આપ્યા.

  • 10 Apr 2024 10:18 PM (IST)

    ગુજરાતને જીતવા માટે 134 રનની જરૂર

    ગુજરાત ટાઇટન્સને જીતવા માટે હજુ 134 રનની જરૂર છે. ટીમે 8 ઓવરમાં 63 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન 35 રન અને શુભમન ગિલ 27 રન સાથે રમી રહ્યા છે. રાજસ્થાન તરફથી છેલ્લી ઓવર યુઝવેન્દ્ર ચહલે ફેંકી હતી. તેણે 12 રન આપ્યા હતા.

  • 10 Apr 2024 10:10 PM (IST)

    ગુજરાતે છઠ્ઠી ઓવરમાં 14 રન બનાવ્યા 

    ગુજરાત માટે છઠ્ઠી ઓવર ઘણી સારી રહી. શુભમને સિક્સર ફટકારી. આ સાથે ચોગ્ગો પણ માર્યો. આ ઓવરમાં ટીમે 14 રન બનાવ્યા હતા. ગુજરાતે 6 ઓવરમાં 44 રન બનાવ્યા છે. શુભમન 23 રન અને સાઈ સુદર્શન 21 રન સાથે રમી રહ્યા છે.

  • 10 Apr 2024 10:03 PM (IST)

    ગુજરાતે 4 ઓવરમાં 26 રન બનાવ્યા

    કેશવ મહારાજના બોલ પર શુભમન ગિલે સિક્સર ફટકારી હતી. તે 9 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. સાઈ સુદર્શન 16 રન બનાવીને રમી રહ્યો છે. ગુજરાતે 4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 26 રન બનાવી લીધા છે.

  • 10 Apr 2024 09:25 PM (IST)

    ગુજરાત ટાઈટન્સને જીતવા 197 રનનો ટાર્ગેટ

    રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા 197 રનનો ટાર્ગેટ આપ્યો, સંજુ સેમસન-રિયાન પરાગની દમદાર ફિફ્ટી

  • 10 Apr 2024 09:16 PM (IST)

    રિયાન પરાગ આઉટ

    મોહિત શર્માની બોલિંગમાં વિજય શંકરે રિયાન પરાગનો પકડ્યો જોરદાર કેચ

  • 10 Apr 2024 09:06 PM (IST)

    સંજુ સેમસનની ફિફ્ટી

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 150ને પાર, રિયાન પરાગ બાદ સંજુ સેમસનની ફિફ્ટી

  • 10 Apr 2024 08:45 PM (IST)

    રિયાન પરાગની ફિફ્ટી

    રિયાન પરાગે તેના શાનદાર ફોર્મને આજની મેચમાં પણ ચાલુ રાખ્યું હતું. પરાગે ગુજરાત સામે સિક્સર ફટકારી દમદાર ફિફ્ટી ફટકારી હતી.

  • 10 Apr 2024 08:38 PM (IST)

    રાજસ્થાનનો સ્કોર 100ને પાર

    રાજસ્થાન રોયલ્સનો સ્કોર 100ને પાર, સંજુ સેમસન અને રિયાન પરાગની દમદાર બેટિંગ

  • 10 Apr 2024 08:31 PM (IST)

    સંજુ-રિયાનની મક્કમ બેટિંગ

    સંજુ સેમસન અને રિયાન પરાગે સંભાળી રાજસ્થાનની કમાન, બંનેની મક્કમ બેટિંગ.

  • 10 Apr 2024 08:08 PM (IST)

    જોસ બટલર આઉટ

    રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, જોસ બટલર માત્ર 8 રન બનાવી થયો આઉટ, રાશિદ ખાને લીધી વિકેટ

  • 10 Apr 2024 08:02 PM (IST)

    યશસ્વી જયસ્વાલ આઉટ

    રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 24 રન બનાવી થયો આઉટ, ઉમેશ યાદવે લીધી વિકેટ

  • 10 Apr 2024 07:55 PM (IST)

    રાજસ્થાનની મજબૂત શરૂઆત

    રાજસ્થાનની મજબૂત શરૂઆત, યશસ્વીએ શરૂ કરી ફટકાબાજી

  • 10 Apr 2024 07:33 PM (IST)

    રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11

    યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન & વિકેટકીપર), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ.

  • 10 Apr 2024 07:32 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, નૂર અહમદ, મોહિત શર્મા.

  • 10 Apr 2024 07:29 PM (IST)

    ગુજરાતે જીત્યો ટોસ

    ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રાજસ્થાન રોયલ્સ પહેલા કરશે બેટિંગ

  • 10 Apr 2024 07:17 PM (IST)

    7:25 વાગ્યે થશે ટોસ

    વરસાદ બંધ થયો, ખેલાડીઓ મેદાનમાં, 7:25 વાગ્યે થશે ટોસ

  • 10 Apr 2024 07:12 PM (IST)

    વરસાદના કારણે ટોસમાં વિલંબ

    વરસાદના કારણે ટોસમાં વિલંબ, ખેલાડીઓ મેદાનમાં, જલ્દી શરૂ થશે મેચ

  • 10 Apr 2024 06:59 PM (IST)

    રાજસ્થાન vs ગુજરાત

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 24મી મેચ આજે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ ખુબ જ રોમાંચક રહેશે. બંન્ને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે અને પોઈન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. IPLમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.

Published On - Apr 10,2024 6:58 PM

g clip-path="url(#clip0_868_265)">