IPL 2024 LSG vs CSK: લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, કેએલ રાહુલનું જોરદાર પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 34માં મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. કેએલ રાહુલે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરતા આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ પહેલા બેટિંગ કરશે. આજની મેચમાં જીતનાર ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચશે.
આજે IPL 2024 ની 34મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન સારું રહ્યું છે, એવામાં આજની મેચમાં બંને ટીમો વચ્ચે મજેદાર ટક્કર જોવા મળશે. બંને ટીમોના કપટનો વચ્ચે મેચ શરૂ થતા પહેલા ટોસ યોજાયો હતો, જેમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નાઈને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
LIVE NEWS & UPDATES
-
લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલનું જોરદાર પ્રદર્શન
લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
-
લખનૌને 12 બોલમાં 12 રનની જરૂર
લખનૌને જીતવા માટે 12 બોલમાં 12 રનની જરૂર છે. ટીમે 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા છે. પુરણ 9 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસ 1 રન બનાવીને રમી રહ્યો છે. CSK માટે બોલિંગ કરતી વખતે પથિરાના અને મુસ્તાફિઝુરે 1-1 વિકેટ લીધી છે.
-
-
લખનૌને મોટો ફટકો, રાહુલ 82 રન બનાવીને આઉટ
લખનૌમાં મોટો ફટકો પડ્યો છે. કેએલ રાહુલ 53 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. પથિરાનાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રવિન્દ્ર જાડેજાએ તેનો કેચ પકડ્યો હતો. આ રીતે લખનૌની બીજી વિકેટ પડી. ટીમે 17.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા છે. તેને જીતવા માટે 17 બોલમાં 16 રનની જરૂર છે.
-
ડી કોક અડધી સદી બાદ આઉટ
ડી કોકે શાનદાર બેટિંગ કરી અને પોતાની અડધી સદી પૂરી કરી. પરંતુ આ પછી તે પણ આઉટ થઈ ગયો હતો. ડી કોક 43 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. ડી કોકને મુસ્તાફિઝુર રહેમાને પેવેલિયન આપ્યો હતો.
-
લખનૌને જીતવા માટે 64 રનની જરૂર
લખનૌને જીતવા માટે 42 બોલમાં 64 રનની જરૂર છે. ટીમે 13 ઓવરમાં 113 રન બનાવ્યા છે. રાહુલ અને ડી કોક વચ્ચે સદીની ભાગીદારી રહી છે. રાહુલ 65 રન બનાવીને રમી રહ્યો છે. ડી કોક 43 રન બનાવીને રમી રહ્યો છે.
-
-
કેએલ રાહુલ અડધી સદીની નજીક
કેએલ રાહુલ તેની અડધી સદીની નજીક છે. તે 46 રન બનાવીને રમી રહ્યો છે. ડી કોક 34 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 9મી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. ટીમે કોઈપણ નુકસાન વિના 84 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 93 રનની જરૂર છે.
-
લખનૌને જીતવા માટે 102 રનની જરૂર
લખનૌને જીતવા માટે 72 બોલમાં 102 રનની જરૂર છે. ટીમે 8 ઓવરમાં 75 રન બનાવી લીધા છે. રાહુલ 44 રન બનાવીને રમી રહ્યો છે. ડી કોક 27 રન બનાવીને રમી રહ્યો છે.
-
રાહુલ-ડી કોકે અડધી સદીની ભાગીદારી
લખનૌનો સ્કોર 50 રનને પાર કરી ગયો. ડી કોક અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. રાહુલ 20 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. ડી કોક 16 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 6 ઓવરમાં 54 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 123 રનની જરૂર છે.
-
લખનૌ માટે રાહુલ-ડી કોકની કમાલ બેટિંગ
લખનૌ તરફથી રાહુલ અને ડી કોક શાનદાર બેટિંગ કરી રહ્યા છે. રાહુલે 11 બોલમાં 19 રન બનાવ્યા છે. ડી કોક 12 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 4 ઓવરમાં 32 રન બનાવ્યા છે.
-
લખનૌએ 2 ઓવરમાં 12 રન બનાવ્યા
લખનૌએ 2 ઓવરમાં 12 રન બનાવ્યા હતા. ડી કોક 9 રન બનાવીને રમી રહ્યો છે. કેએલ રાહુલ 2 રન બનાવીને રમી રહ્યો છે. તુષાર દેશપાંડેએ 1 ઓવરમાં 9 રન આપ્યા હતા.
-
ધોનીની ધુંઆધાર બેટિંગ
ધોનીની ધુંઆધાર બેટિંગ, ચેન્નાઈએ લખનૌને જીતવા 177 રનનો આપ્યો ટાર્ગેટ, ધોનીએ અંતિમ ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી
-
ધોનીએ ફટકાર્યો જોરદાર સિક્સર
ધોનીએ ફટકાર્યો જોરદાર સિક્સર, વિકેટ કીપરની પાછળ ફટકાર્યો મજેદાર સિક્સર
-
MS ધોની મેદાનમાં
ણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી મોઈન અલી થયો આઉટ, MS ધોની મેદાનમાં, સ્ટેડિયમમાં ફેન્સ થયા ક્રેઝી
-
મોઈન અલી આઉટ
રવિ બિશ્નોઈએ મોઈન અલીને કર્યો આઉટ, સતત ચોથો સિક્સર ફટકારવા જતાં મોઈન અલી થયો કેચ આઉટ
-
ત્રણ બોલમાં ત્રણ સિક્સર
મોઈન અલીએ શરૂ કરી ફટકાબાજી, રવિ બિશ્નોઈને ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી
-
રવીન્દ્ર જાડેજાની ફિફ્ટી
રવીન્દ્ર જાડેજાની મજબૂત ફિફ્ટી, સિક્સર ફટકારી અર્ધ સદી પૂર્ણ કરી
-
ચેન્નાઈનો સ્કોર 100 ને પાર
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 ને પાર, રવીન્દ્ર જાડેજા-મોઈન અલી ક્રિઝ પર હાજર
-
કૃણાલ પંડયાની બીજી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમો ઝટકો, સમીર રિઝવી માત્ર 1 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ
-
શિવમ દુબે આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો, શિવમ દુબે માત્ર 3 રન બનાવી થયો આઉટ, માર્કસ સ્ટોઈનિસે લીધી વિકેટ
-
અજિંક્ય રહાણે 36 રન બનાવી આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, અજિંક્ય રહાણે 36 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ
-
પાવરપ્લે બાદ ચેન્નાઈનો સ્કોર 51/2
પાવરપ્લે બાદ ચેન્નાઈનો સ્કોર 51/2, જાડેજા અને રહાણે ક્રિઝ પર હાજર, ઋતુરાજ સસ્તામાં આઉટ થયો, રચિન રવિન્દ્ર ખાતું જ ન ખોલાવી શક્યો
-
ઋતુરાજ આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, ઋતુરાજ ગાયકવાડ 17 રન બનાવી થયો આઉટ, યશ ઠાકુરે લીધી વિકેટ
-
રચિન રવિન્દ્ર 0 પર આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, રચિન રવિન્દ્ર 0 પર આઉટ, મોહસીન ખાને કર્યો ક્લીન બોલ્ડ
-
લખનૌ સુપરજાયન્ટ્સ પ્લેઈંગ 11
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.
-
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11
ઋતુરાજ ગાયકવાડ, રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની, દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મથિશા પથિરાના.
-
ચેન્નાઈમાં બે ફેરફાર
ચેન્નાઈ સુપર કિંગ્સે ટીમમાં બે ફેરફાર કર્યા છે. મોઈન અલી અને દીપક ચાહર રમશે. શાર્દુલ ઠાકુર, ડેરેલ મિશેલ બહાર
-
લખનૌમાં એક ફેરફાર
લખનૌ સુપરજાયન્ટ્સે ટીમમાં એક ફેરફાર કર્યો છે. શેમર જોસેફની જગ્યાએ મેટ હેનરીને તક મળી છે.
-
લખનૌએ જીત્યો ટોસ
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નાઈને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
Published On - Apr 19,2024 7:04 PM