હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈક એવું થઈ રહ્યું છે જેનાથી તેના ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ ચોંકી ગયા છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ આપવામાં આવી હતી, હવે જસપ્રીત બુમરાહ સાથે પણ કંઈક આવું જ થવાનું છે.

હાર્દિક પંડ્યા બાદ હવે જસપ્રીત બુમરાહનું પણ પત્તું કપાશે ? ટીમ ઈન્ડિયા લેવા જઈ રહી છે મોટો નિર્ણય!
Hardik Pandya & Jasprit Bumrah
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:56 PM

હાલમાં જ ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કમાન સોંપીને બધાને ચોંકાવી દીધા હતા. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક એ હતું કે BCCIએ શુભમન ગિલને T20 અને ODI બંને ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો. પરંતુ હવે આવા જ બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે જે જાણીને ચાહકો ચોંકી જશે.

બુમરાહનું પત્તું પણ કપાશે!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારતીય પસંદગીકારોએ ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનને પણ બદલવાનો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, શુભમન ગિલ ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનવા જઈ રહ્યો છે. મોટી વાત એ છે કે તે જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે, જે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હતો. બુમરાહ 2022માં ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન પણ બન્યો હતો, પરંતુ હવે તેને વાઈસ કેપ્ટનના પદ પરથી પણ હટાવી દેવમાં આવશે એવું લાગી રહ્યું છે.

ગિલ ટેસ્ટમાં પણ વાઈસ કેપ્ટન બનશે!

એવા અહેવાલો છે કે શુભમન ગિલ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હશે. સવાલ એ છે કે શું જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં નહીં રમે? કારણ કે જો બુમરાહ રમે છે અને તેમ છતાં ગિલ વાઈસ કેપ્ટન રહેશે તો તે તેના માટે મોટો ફટકો હશે. રસપ્રદ વાત એ છે કે બુમરાહે એક ઈન્ટરવ્યુમાં પોતાને સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કોને શ્રેષ્ઠ કેપ્ટન માને છે તો તેણે પોતાનું નામ લીધું હતું. સાથે જ બુમરાહે કહ્યું હતું કે ફાસ્ટ બોલર પણ કેપ્ટન બની શકે છે, ફાસ્ટ બોલરો પણ મેચને સારી રીતે સમજે છે. પરંતુ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો કંઈક અલગ જ માને છે.

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
Sofa Cleaning Tips: સોફા સાફ કરવાની સૌથી સહેલી ટ્રિક તમે જાણો છો ?

શું ગિલ ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનશે?

જો શુભમન ગિલને ODI અને T20 પછી ટેસ્ટની વાઈસ-કેપ્ટન્સી આપવામાં આવે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ટીમ ઈન્ડિયા તેને ત્રણેય ફોર્મેટમાં ભાવિ કેપ્ટન તરીકે માની રહી છે. પસંદગીકારોના નિર્ણય ચોક્કસપણે આની પુષ્ટિ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ફ્રાન્સમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ, ટ્રેન સેવાઓ ખોરવાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">