IND vs SA : પહેલી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું, સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી
ચાર મેચની T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, સંજુ સેમસને ફટકારી શાનદાર સદી, વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈએ લીધી 3-3 વિકેટ. ભારત T20 સિરીઝમાં 1-0થી આગળ.
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની વિજયી શરૂઆત કરી હતી. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને જોરદાર બેટિંગ કરતા દમદાર સદી ફટકારી હતી, જેની મદદથી ભારતે આફ્રિકાને જીતવા 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાનો કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો નહીં. ભારતીય સ્પિનર્સ રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લઈ આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવ્યું હતું.
LIVE NEWS & UPDATES
-
ભારતે આફ્રિકાને હરાવ્યું
પહેલી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું, સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી. આવેશ ખાને લીધી અંતિમ વિકેટ, કેશવ મહારાજને કર્યો ક્લીન બોલ્ડ.
-
માર્કો જેન્સેન 12 રન બનાવી આઉટ
દક્ષિણ આફ્રિકાને આઠમો ઝટકો, માર્કો જેન્સેન 12 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
-
-
રવિ બિશ્નોઈની બેક ટુ બેક વિકેટ
રવિ બિશ્નોઈની બેક ટુ બેક વિકેટ, રવિ બિશ્નોઈએ એન્ડીલે સિમેલેન કર્યો આઉટ
-
રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, પેટ્રિક ક્રુગર 1 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
-
આફ્રિકાને બેક ટુ બેક ઝટકા લાગ્યા
આફ્રિકાને બેક ટુ બેક ઝટકા લાગ્યા, ક્લાસેન બાદ ડેવિડ મિલર થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ બંનેની લીધી વિકેટ
-
-
વરુણે ક્લાસેનને કર્યો આઉટ
દક્ષિણ આફ્રિકાને ચોથો ઝટકો, હેનરીક ક્લાસેન 25 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
-
ક્લાસેન-મિલરની પાર્ટનરશિપ
9 ઓવર બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર 76/3, ક્લાસેન-મિલર ક્રિઝ પર હાજર, ક્લાસેન-મિલરની મજબૂત પાર્ટનરશિપ
-
આફ્રિકાને ત્રીજો ઝટકો
દક્ષિણ આફ્રિકાને ત્રીજો ઝટકો, વરુણ ચક્રવર્તીએ ભારતને ત્રીજી સફળતા અપાવી
-
અવેશ ખાને ભારતને બીજી સફળતા અપાવી
દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો, અવેશ ખાને ભારતને બીજી સફળતા અપાવી
-
અર્શદીપે લીધી પહેલી વિકેટ
દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો, અર્શદીપ સિંહે ભારતને પહેલી સફળતા અપાવી
-
આફ્રિકાને જીતવા 203 રનનો ટાર્ગેટ
સંજુ સેમસનની શાનદાર સદી, ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા 203 રનનો આપ્યો ટાર્ગેટ
-
અક્ષર પટેલ 7 રન બનાવી આઉટ
ભારતને છઠ્ઠો ઝટકો, અક્ષર પટેલ 7 રન બનાવી થયો આઉટ
-
ભારતને પાંચમો ઝટકો
ભારતને પાંચમો ઝટકો, રિંકુ સિંહ માત્ર 11 રન બનાવી થયો આઉટ
-
ર્દિક પંડયા 2 રન બનાવી આઉટ
ભારતને ચોથો ઝટકો, હાર્દિક પંડયા માત્ર 2 રન બનાવી થયો આઉટ
-
સંજુ સેમસન 107 રન બનાવી થયો આઉટ
સંજુ સેમસન 107 રન બનાવી થયો આઉટ, કેચ આઉટ થયો સંજુ. જોરદાર ઇનિંગ રમી. રેકોર્ડ 10 સિક્સર ફટકારી
-
તિલક વર્મા 33 રન બનાવી આઉટ
મોટો શોટ ફટકારવાના ચક્કરમાં તિલક વર્મા થયો આઉટ, 33 રન બનાવી ગુમાવી વિકેટ
-
સંજુ સેમસનની સદી
સંજુ સેમસનની શાનદાર સદી, માત્ર 47 બોલમાં ફટકારી સેન્ચુરી
-
તિલક વર્માની શાનદાર સિક્સર
ભારતનો સ્કોર 150 ને પાર, સંજુ સેમસન અને તિલક વર્માની જોરદાર બેટિંગ, તિલક વર્માની શાનદાર સિક્સર
-
ભારતનો સ્કોર 100 ને પાર
ભારતનો સ્કોર 100 ને પાર, સંજુ સેમસન અને તિલક વર્માની જોરદાર બેટિંગ, સંજુ સેમસને જોરદાર સિક્સર ફટકારી
-
સૂર્યા 21 રન બનાવી આઉટ
ભારતને બીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 21 રન બનાવી થયો આઉટ, લાંબો શૉટ રમવા જતા થયો કેચ આઉટ
-
સંજુ સેમસનની ફિફ્ટી
સંજુ સેમસનની આક્રમક બેટિંગ, માત્ર 27 બોલમાં ફટકારી ફિફ્ટી, શાનદાર સિક્સર ફટકારી 50 રન પૂરા કર્યા
-
ભારતનો સ્કોર 50 ને પાર
ભારતનો સ્કોર 50 ને પાર, સંજુ સેમસન-સૂર્યકુમાર યાદવની ફટકાબાજી
-
ભારતને પહેલો ઝટકો
ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 7 રન બનાવી થયો આઉટ
-
આફ્રિકાએ ટોસ જીત્યો, ભારત બેટિંગ ફર્સ્ટ
દક્ષિણ આફ્રિકાના સુકાની એઇડન માર્કરામે ટોસ જીત્યો. આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
Published On - Nov 08,2024 8:24 PM