IND vs SA: દક્ષિણ આફ્રિકાની વધી મુશ્કેલીઓ, માર્કરમ પછી આ સ્ટાર ખેલાડી બહાર
ભારત સામેની બીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ (India Vs South Africa) પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ક્વિન્ટન ડીકોક અને ટ્રિસ્ટન સ્ટબ્સને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
સાઉથ આફ્રિકાએ ભારત (India Vs South Africa) સામેની 5 મેચની T20 સિરીઝની શરૂઆત જ જીતની સાથે કરી હતી. ઓપનિંગ મેચમાં ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની મુલાકાતી ટીમે શાનદાર જીત નોંધાવી હતી, પરંતુ વિજયના રથ પર સવાર દક્ષિણ આફ્રિકાને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલાથી જ એડન માર્કરામ વિના રમી રહી છે અને હવે અન્ય સ્ટાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક બીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. ક્વિન્ટન ડીકોક (quinton de kock) ભારત સામેની બીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. ડીકોકના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર જવાથી દક્ષિણ આફ્રિકાની ચિંતા વધી ગઈ છે. 5 મેચની સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાએ (Ind Vs Sa) બીજી T20 મેચ માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ડી કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સની જગ્યાએ રીઝા હેન્ડ્રીક્સ અને હેનરિક ક્લાસેનને તક આપવામાં આવી છે. ડીકોક ઈજાગ્રસ્ત છે એટલે તેની ઈજા ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં તેણે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. ડી કોકે લગભગ 8 ઓવર સુધી ટીમનો એક તરફથી છેડો સાચવી રાખ્યો હતો.
શાનદાર ફોર્મમાં છે ડીકોક
ડીકોક પણ અત્યારે શાનદાર ફોર્મમાં છે. IPL 2022માં જ તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અણનમ 140 રનની ઈનિંગ રમી હતી. તેમને ફરીથી બેટમાં સમાન ધાર લાવવામાં વધુ સમય લાગતો નથી. ટેમ્બા બાવુમાના આગેવાનીમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ મેચમાં 212 રનના ટાર્ગેટને 7 વિકેટે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડુસેને પણ શાનદાર ઈનિંગ્સ રમી હતી.
માર્કરામ અને ડીકોક વગર દક્ષિણ આફ્રિકા
ઓપનિંગ મેચમાં શાનદાર જીત બાદ એવી આશા રાખવામાં આવી રહી હતી કે દક્ષિણ આફ્રિકા ટીમમાં કોઈ ફેરફાર નહીં કરે, પરંતુ કેપ્ટને ફેરફાર કરવાની જરૂર પડી હતી. ટોસ સમયે કેપ્ટને ફેરફારનું કારણ પણ જણાવ્યું હતું. બાવુમા જણાવે છે કે ડીકોકના હાથમાં ઈજા થઈ છે. દક્ષિણ આફ્રિકા પહેલાથી જ એડન માર્કરામ વિના પણ રમી રહ્યું છે. ઓપનિંગ મેચ પહેલા માર્કરામ કોરોનાનો શિકાર બન્યો હતો અને હવે ડીકોકની પરત ફરવા વિશે કોઈ અપડેટ નથી. તે ત્રીજી ટી20 માટે ફિટ થશે કે નહિ તે કોઈ જાણતું નથી તો બીજી બાજુ ભારતે બીજી T20 મેચમાં કોઈ ફેરફાર કર્યો નથી.