IND v ENG, 3rd Test Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો Live મેચ
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. લોર્ડ્સ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ ભારત આ શ્રેણીમાં 1-0 થી આગળ છે.
લોર્ડ્સ (Lords Test) ખાતે ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમ (Team India) લીડ્સ (Leeds) માં શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવા ઇચ્છશે. ભારત ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ટીમ ઇન્ડીયા પાંચ ટેસ્ટની શ્રેણી રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ હતી જે વરસાદને લઇને ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પછી, શ્રેણીની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ હતી, જ્યાં ભારતે જીત મેળવી હતી. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) નો હિસ્સો છે.
વરસાદે નોટિંગહામમાં મજા બગાડી દીધી હતી અને લોર્ડ્સમાં જીત સાથે મેચનો અંત આવ્યો હતો. હવે સામે હેડિંગ્લે (Headingley Test) છે. ટીમ ઇન્ડિયા ટશનમાં છે. તેની નજરમાં 2-0 ની લીડ છે. તેમ હોવું પણ જોઈએ કારણ કે જો આમ થશે તો શ્રેણી જીતવાની નિશ્વિતતા થઇ જશે.
આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 25 ઓગસ્ટ બુધવારે લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમ (Headingley Stadium) માં રમાશે.
કયા સમયે મેચ શરૂ થશે?
ભારતીય સમય અનુAll Postsસાર આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ટોસ ન સિક્કો બપોરે 3.00 વાગ્યે ઉછાળાશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર જુદી જુદી ભાષાઓમાં જોઈ શકો છો.
લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લાઈવ એપ અને જીઓ ટીવી પર જોઈ શકાશે. આ સિવાય, TV9 Gujarati પર મેચ વિશે સંપૂર્ણ જાણકારી પણ મળશે.