કેપ્ટન્સીના મદમાં આવીને હાર્દિકે કરી નાખી આ બે ભૂલ, જેનુ પરિણામ ભોગવ્યું મુંબઈ ઈન્ડિયન્સે !

મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગઈકાલ રવિવારે રમાયેલ ગુજરાત સામેની મેચમાં બે ભૂલ કરી હતી. ક્રિકેટર ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની આ બે ભૂલ તરફ અંગૂલીનિર્દેશ કરતા કહ્યું છે કે, આ ભૂલની સજા મુંબઈ ઈન્ડિયન્સને મળી છે. જીતનો કોળિયો મ્હોં સુધી આવીને છિનવાઈ ગયો.

કેપ્ટન્સીના મદમાં આવીને હાર્દિકે કરી નાખી આ બે ભૂલ, જેનુ પરિણામ ભોગવ્યું મુંબઈ ઈન્ડિયન્સે !
Hardik Pandya Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2024 | 3:06 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલ રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે મુંબઈ ઈન્ડિયન્સના નવનિયુક્ત કેપ્ટન હાર્દિક પંડ્યા પર આકરા પ્રહારો કર્યા છે. પઠાણનું કહેવું છે કે હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપની શરૂઆતમાં જે બે ભૂલો કરી હતી તેમાં પહેલી ભૂલ એ કે હાર્દિકે જસપ્રિત બુમરાહ પાસે ઓપનિંગ બોલિંગ ના કરાવવી અને હાર્દિકની બીજી ભૂલ એ કે ટિમ ડેવિડને પોતાના પહેલાં બેટિંગ કરવા મોકલ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ સામે નવા બોલથી બે ઓવર ફેંકી હતી અને આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને 20 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝી જેવા ઘાતક બોલરો હોવા છતાં, નવા બોલથી ઈનિગ્સની શરૂઆત કરવાનો પંડ્યાનો નિર્ણય ક્રિકેટ જગતના અનુભવીઓની પણ સમજની બહાર હતો.

પહેલા મગર તો હવે સાપ વારો, નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

ઈસ્ફાન પઠાણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, “હાર્દિક પંડ્યાએ મેચમાં મોટી ભૂલો કરી હતી. તેણે પાવરપ્લેમાં 2 ઓવર પોતે ફેંકી હતી, જે એક મોટી ભૂલ હતી. હાર્દિક જસપ્રિત બુમરાહને થોડો મોડો આક્રમણમાં લાવ્યો હતો.”

જ્યારે હાર્દિક પંડ્યા ઇનિંગની ચોથી ઓવરમાં જસપ્રિત બુમરાહને આક્રમણમાં લાવ્યો ત્યારે સ્ટાર ફાસ્ટ બોલરે તેની પહેલી જ ઓવરમાં રિદ્ધિમાન સાહાને શાનદાર યોર્કર ફેંકીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચમાં બુમરાહે 4 ઓવરના ક્વોટામાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ કોઈ વિકેટ લીધા વિના 30 રન આપ્યા હતા.

ઈરફાન પઠાણે, ટીમ ડેવિડને તેના કરતા પહેલા બેંટિગમાં મોકલવાના કેપ્ટનના નિર્ણયની પણ ટીકા કરી હતી. તેણે કહ્યું કે કદાચ હાર્દિક પંડ્યા રાશિદ ખાનનો સામનો કરવા માંગતા ન હતા, તેથી જ તેણે આમ કર્યું હોવુ જોઈએ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે, હાર્દિક પંડ્યાની બીજી ભૂલ વિશે કહ્યું, “જ્યારે તેઓ ગુજરાત ટાઈટન્સે આપેલા લક્ષ્યાંકનો પીછો કરી રહ્યા હતા, ત્યારે તેણે ટિમ ડેવિડને ઉપર મોકલ્યો. હાર્દિકે આમ ત્યારે કર્યું જ્યારે રાશિદ ખાનની એક ઓવર બાકી હતી. મને લાગ્યું કે હાર્દિક પંડ્યા રાશિદ ખાનને રમવા ઇચ્છતો ન હતો. હાર્દીક છેલ્લા ઘણા લાંબા સમયથી ક્રિકેટ નથી રમ્યો, કદાચ આ જ એક કારણ હોઈ શકે છે. અન્યથા, હું નથી માનતો કે ભારતીય અનુભવી ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં બેસવું જોઈએ અને વિદેશી ખેલાડીઓ રાશિદ ખાન સામે બેટિંગ કરવા માટે દબાણમાં આવે છે.

Latest News Updates

ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">