AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

| Updated on: May 19, 2024 | 3:59 PM
Share

સાબરકાંઠાના ઇડરમાં વરસતી કાળઝાળ ગરમીને લઇને લોકો હવે પરેશાન બની ગયા છે. ગરમીને લઇને પરેશાન લોકો પણ બપોરે ઘરની બહાર નહી નિકળવા માટે મજબુર બન્યા છે તો ગરમીને લઇને રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. ગરમીના કારણે કે લોકોએ બહાર નિકળવુ પણ મુશ્કેલ બની ગયું છે.

ઇડર જાણે કે અગનગોળાની ભઠ્ઠી સમાન ભાસી રહ્યુ છે છેલ્લા કેટલાક દીવસ થી ગરમી ના પ્રમાણ મા વધારો થયો છે. જેને લઇને ગરમીના પ્રમાણમાં વધારો થતા ઇડરના લોકો પણ પરેશાન બની ગયા છે અને બપોરે જાણે કે લોકો ઘરની બહાર નહી નિકળવા માટે મજબુર બન્યા છે અને જેને લઇને ઇડર શહેરના રસ્તાઓ પણ બપોરે સુમસામ ભાસી રહ્યા છે.

ઇડરમાં ગરમીનુ પ્રમાણ પ્રતિવર્ષ વધુ રહેતુ હોય છે અને જેને લઇને ઇડરના લોકો ઉનાળો આવે એટલે સામાન્યા રીતે ગરમીમાં બેહાલ રહેતા હોય છે પણ આ વર્ષે પણ ઉનાળાની ગરમીએ અકળાવી મુક્યા છે.

અગનભઠ્ઠી બન્યું ઇડર

ઇડર ગરમીને લઇને પરેશાન શહેરોમાંનુ એક માનવામાં આવે છે અને ગરમીનો પારો પણ ખુંબજ ઉંચો રહેતો હોય છે પણ હાલ તો ઇડરમાં હવે ગરમી લોકોને અગનગોળા ભરી ગરમી સમાન ભાસી રહી છે અને તેના બચવાના તમામ વિકલ્પો પણ કારગત નિવડતા નહી હોઇ આખરે ઘરમાં રહેવુ જ એક ઉપાય ઇડરના લોકોમાં દેખાઇ રહ્યો છે.

જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં પણ કાળજાળ ગરમીનો અહેસાસ સ્થાનિકોને થઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસા અ્ને બાયડ, ભિલોડા તેમજ માલપુરમાં પણ લોકો ગરમીથી ત્રસ્ત છે. આ દરમિયાન હવે ગરમીને લઈ લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. તો ઘરમાં ગરમીમાં રાહત મેળવવી મુશ્કેલ થઈ રહી છે. જે માટે હવે લોકો ઠંડા પીણાના સહારે પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">