ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની રેકી થતી હોવાનુ આવ્યુ સામે- Video

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ભૂસ્તર વિભાગના અધિકારીનીા રેકી થતી હોવાનુ સામે આવતા નીલમબાગ પોલીસ મથકમાં 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. માફિયાઓએ માહિતી મોકલવા વોટ્સએપના અલગ અલગ 6 જેટલા ગૃપ બનાવ્યા હતા.

Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: May 19, 2024 | 3:52 PM

રાજ્યમાં ખુદ સરકારી અધિકારીઓની જ “જાસૂસી”નો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અધિકારીઓની “બાજ નજર”થી બચવા માફિયાઓ રોજ નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ભાવનગરમાંથી પણ કંઈક આવો જ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે.

ભાવનગરમાં છેલ્લાં ઘણાં સમયથી તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓની આ “લાલ આંખ”થી બચવા માફિયાઓ અધિકારીઓ પર જ “બાજ નજર” રાખી રહ્યા હોવાનો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગરના ખનીજ વિભાગના અધિકારીઓની ખનીજ માફિયાઓ દ્વારા “જાસૂસી” કરાતી હોવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

સરકારી અધિકારીઓની રેકી કરી વૉટ્સએપ ગ્રુપ દ્વારા તેની માહિતી ખનીજ માફિયાઓ સુધી પહોંચાડનાર 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલો 26 મેના રોજ સામે આવ્યો હતોચ જ્યારે ભૂસ્તર અધિકારી કોઈ કારણથી ઓફિસની બહાર આવ્યા અને કમ્પાઉન્ડમાં સિક્યોરિટી ગાર્ડ સાથે 3 શંકાસ્પદ શખ્સોને જોયા!

આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
  • અધિકારીઓને આરોપીના મોબાઈલમાંથી આવી જાસૂસીના 6 જેટલાં વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે.
  • આ વોટ્સએપ ગ્રુપના સભ્યો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા.
  • નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ ઈન્સપેક્ટર તેમજ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી.
  • અધિકારીઓની તમામ હલચલ વિશે ગ્રુપમાં માહિતી આપી દેવામાં આવતી.
  • અધિકારીઓનું લોકેશન, ગાડીના નંબર અને ફોટોગ્રાફ, ગાડીમાં બેઠેલ કુલ અધિકારીઓની બાતમી પણ ગ્રુપમાં શેર કરવામાં આવતી.
  • ગાડી કયા રસ્તે આગળ વધી રહી છે, તેનું એક-એક અપડેટ વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવતું હતું.

સમગ્ર મામલે ખનીજ શાખાના અધિકારીઓ દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે બેને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સૌથી વધુ ગેરકાયદે ખનન શિહોર તાલુકામાં થાય છે. સૂત્રો પાસેથી મળથી માહિતી મુજબ આની જાણ સમગ્ર તંત્રને હોવા છતાં આ અંગે કડક કાર્યવાહી નથી કરાઈ રહી. તો બીજી તરફ ખનીજ માફિયાઓ દ્વારા જાસૂસી તો કરાઈ જ રહી છે. સાથે જે તેમની કેટલાંક સરકારી અધિકારીઓ અને ખુદ પોલીસકર્મીઓ સાથે સાંઠ-ગાંઠ હોવાના દાવાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે વધુ શું ખુલાસાઓ સામે આવે છે તે જોવુ રહ્યુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
g clip-path="url(#clip0_868_265)">