અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, 108ને મળ્યા 4 હજારથી વધુ કોલ્સ- Video

અમદાવાદમાં હીટવેવના કારણે સ્થાનિકોને ભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છો જે કે હજુ થોડા દિવસ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી ત્યાર આજે અમદાવાદમાં ગરમીના કારણે લૂ લાગવાના, ઝાડા - ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2024 | 3:57 PM

અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આગ વરસાવતી ગરમી વચ્ચે સ્થાનિકો પરેશાન બન્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. તો ગરમી વધતી હીટવેવને કારણે લૂ લાગવાના અને ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4 હજાર 131 કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ 8 મે ના 108ને 286 કોલ મળ્યા હતા.

રાજ્યવાસીઓને આગામી 6 દિવસ તો ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યુ છે. 20મી મેએ મહત્તમ પારો 44 ડિગ્રીએ જઈ શકે છે. 21 મે એ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. 22 મે થી 24 મે સુધી અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ તરફ હીટવેવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલને જણાવ્યુ કે હીટવેવથી બચવા જરૂરી પગલા લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. તથા તમામને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની રેકી થતી હોવાનુ આવ્યુ સામે- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">