હવામાન વિભાગે કાળઝાળ ગરમીનું એલર્ટ જાહેર કર્યુ, 9 જિલ્લામાં હીટવેવની આગાહી
અંગ દઝાડતી ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 9 જિલ્લાઓમાં ગરમીની અસર વધુ જોવા મળશે. રાજ્યના 9 જિલ્લાઓમાં હિટવેવની અસર રહેશે. આમ આગામી પાંચ દિવસ આ જિલ્લાના લોકોને હજુ ગરમીથી રાહત નહીં મળી શકે.
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. અંગ દઝાડતી ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 9 જિલ્લાઓમાં ગરમીની અસર વધુ જોવા મળશે. રાજ્યના 9 જિલ્લાઓમાં હિટવેવની અસર રહેશે. આમ આગામી પાંચ દિવસ આ જિલ્લાના લોકોને હજુ ગરમીથી રાહત નહીં મળી શકે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, વલસાડ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિટવેવને લઈ લોકોએ આરોગ્ય વિભાગે કરેલી અપીલને અનુસરવુ જોઈએ. ગરમીમાં વારંવાર પાણી પીવાની અને નારીયેળ તથા લીંબુ શરબતનો ઉપયોગ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો