રણજીત સિંહે એક જ દીવસમાં બે વાર સદી નોંધાવી હતી, આજ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યુ નથી

|

Sep 10, 2022 | 10:56 AM

પ્રતિષ્ઠીત રણજી ટ્રોફી (Ranji Trophy) જામનગરના રણજીતસિંહ ના નામ પર શરુ થઈ હતી, રણજીતસિંહ (Ranjit Singh) ભારતના મહાન ક્રિકેટરોમાંથી એક છે

રણજીત સિંહે એક જ દીવસમાં બે વાર સદી નોંધાવી હતી, આજ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યુ નથી
Ranjit Singh નો એ રેકોર્ડ આજ સુધી અકબંધ છે

Follow us on

ક્રિકેટ માં ઘણા રેકોર્ડ બન્યા છે, ઘણા રેકોર્ડ બન્યા છે. તેઓ પણ તૂટી જાય છે પરંતુ 1896 માં ક્રિકેટની દુનિયામાં કંઈક એવું બન્યું જે ફરી ન થઈ શક્યું અને તે અંગ્રેજો માટે રમતા ભારતીય ખેલાડી રણજીત સિંહે (Ranjit Singh) કર્યું. રણજીત સિંહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ દિવસમાં બે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારથી આજદિન સુધી ફરી એવું બન્યું નથી. કોઈ બેટ્સમેને એક દિવસમાં બે સદી ફટકારી નથી. આજે એટલે કે 10મી સપ્ટેમ્બરે રણજીત સિંહનો જન્મદિવસ છે. તેમનો જન્મ 1872માં સૌરાષ્ટ્રના સાડોદરમાં થયો હતો.

રણજીત સિંહ ઈંગ્લેન્ડની કાઉન્ટી સસેક્સ તરફથી રમતા હતા. આ ટીમ યોર્કશાયરનો સામનો કરી રહી હતી. પ્રથમ બેટિંગ યોર્કશાયરની હતી અને તેણે મજબૂત સ્કોર બનાવ્યો હતો. યોર્કશાયરની ટીમે પ્રથમ દાવમાં 407 રન બનાવ્યા હતા. સસેક્સની ટીમ સામે જોરદાર સ્કોર હતો અને આવી સ્થિતિમાં રણજીત સિંહનું બેટ જોરદાર ચાલ્યુ.

દીવસમાં બે વાર સદી ફટકારી

મેચના ત્રીજા દિવસે સસેક્સની ટીમ બેટિંગ કરી રહી હતી. આ દિવસે રણજીત સિંહ મેદાનમાં ઉતર્યા હતા. ત્રીજા દિવસે યોર્કશાયરના બોલરો બીજા છેડેથી વિકેટો લઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં રણજીત સિંહે પોતાનું આક્રમક વલણ અપનાવ્યું અને યોર્કશાયરના બોલરોને ફટકારવાનું શરૂ કર્યું. આ ઇનિંગમાં તેમણે 100 રન બનાવ્યા હતા. જોકે, તે આ જ સ્કોર પર આઉટ થયા હતા અને તે પછી સસેક્સની ટીમ વધુ આગળ વધી શકી નહોતી. ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સસેક્સની ટીમ યોર્કશાયરની ટીમ કરતાં 216 રન પાછળ હતી અને તેથી યોર્કશાયરના કેપ્ટને સસેક્સને ફોલોઓન આપ્યું હતું.

RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ

રણજીત સિંહ એ જ દિવસે ફરી એકવાર બેટિંગ કરવા આવ્યા અને જ્યાંથી તેમણે શરુઆત કરી જ્યાં તેમણે પ્રથમ દાવમાં અંત કર્યો હતો ત્યાંથી શરૂઆત કરી. તેણે તે જ ઝડપી શૈલીમાં રન બનાવ્યા જે તે પ્રથમ દાવમાં બનાવી રહ્યો હતો. બીજા દાવમાં સસેક્સે બે વિકેટના નુકસાને 260 રન પૂરા કર્યા અને ત્રીજા દિવસે રણજીત સિંહે પોતાની સદી પૂરી કરી. તે 125 રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે તેમણે એક જ દિવસમાં બે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. તેમના યોગદાનના આધારે સસેક્સની ટીમે મેચ બચાવી હતી.

કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા

વર્ષ 1896 માં ટેસ્ટ ક્રિકેટમાં જોડાયેલા જામ રણજીતસિંહ ઇંગ્લેન્ડ ની ટીમ વતી થી ક્રિકેટ રમ્યા હતા અને વર્ષ 1902 સુધી ઇંગ્લેન્ડની ટીમના સભ્ય રહી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામ રણજીતસિંહ વર્ષ 1893-1894 ના દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને વર્ષ 1895-1920 સુધી સકસેસ તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફ થી પણ તેઓ વર્ષ 1901-1904 દરમિયાન રમ્યા હતા.

આંતર રાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની કારકીર્દી.

ટેસ્ટ પ્રવેશ વેળા જ તેઓએ ઇંગ્લેન્ડ ની ટીમ વતી રમતા ઓસ્ટ્રેલીયા સામે રમ્યા હતા. તેમજ તેમની અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ પણ ઓસ્ટ્રેલીયા સામે રમાઇ હતી. તેઓએ પંદર જેટલી આતંર રાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમીને 989 રન 44.95 ની બેટીંગ સરેરાશ સાથે નોંધાવ્યા હતા. જેમાં બે સદી અને છ જેટલી અડધી સદીનો પણ સમાવેશ થાય છે. જેમાં તેઓનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર 175 રન નો રહ્યો હતો. તેઓ ક્યારેક બોલીંગ પણ કરી લેવા દરમ્યાન મેચમાં ત્રેવીસ રન આપી એક વિકેટ પણ હાંસલ કરી છે.

પ્રથમ કક્ષાની ક્રિકેટ કારકિર્દી.

ફસ્ટકલાસ ક્રિકેટ રમતા 307 જેટલી કુલ મેચો જામ રણજીત સિંહ રમી ચુક્યા હતા. જેમાં તેઓ પ્રથમ કક્ષાની રમતમાં 24692 રન નોંધાવ્યા હતા. 56.37 રનની બેટીંગ સરેરાશ સાથે તેઓએ આ રન નો ખડકલો પોતાની ક્રિકેટ કારકીર્દી દરમ્યાન પોતાને નામે કર્યો હતો. આ દરમ્યાન તેઓએ અણનમ 285 રનની શાનદાર રમત પણ રમી ચુક્યા હતા. તેઓએ પ્રથમ કક્ષામાં 72 સદી અને 109 જેટલી અડધી સદી પણ નોંધાવી ચુક્યા હતા. આ ઉપરાંત તેઓ પ્રથમ કક્ષામાં 133 વિકેટો મેળવી છે અને જેમાં 53 રન સામે છ વિકેટ ઝડપવાનો શ્રેષ્ઠ દેખાવ પણ સામેલ છે.

લેગ ગ્લાન્સની શોધ કરી

બ્રીટિશ શાસનકાળ દરમ્યાનના, તેમના શરુઆતી જીવનકાળમાં, તેઓ ક્રિકેટની રમત તરફ આકર્ષાયા હતા. તેઓ સૌરાષ્ટ્રના નવાનગર રજવાડાના, મહારાજા જામ સાહેબ તરીકે પ્રસિધ્ધ બન્યા હતા. તેઓએ લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જમણેરી બેટ્સમેન જામ રણજીતસિંહને, વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણના કરવામાં આવે છે. તેઓએ એ સમયગાળા દરમિયાન ક્રિકેટની સુધરતી જતી પીચના, લાભ લઇને બેકફુટ પ્રકારની બેટીંગ શૈલીનો ઉપયોગ કરીને, લેગ ગ્લાન્સ ની પણ શોધ કરી હતી, અને જેને એક લોકપ્રિય ઓળખ અપાવી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં, પ્રથમ કક્ષાનુ ક્રિકેટ અને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ વતી રમી ચુક્યા છે.

Published On - 10:49 am, Sat, 10 September 22

Next Article