IND vs AUS: રોહિત-પંત સાથે ગંદી હરકત, વિરાટ-ગિલને પણ ન છોડ્યા, એડિલેડમાં ટીમ ઈન્ડિયા સાથે ખરાબ વર્તન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. આ મેચ પહેલા BCCIએ મોટો નિર્ણય લીધો અને પ્રશંસકોને ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો. આખરે, BCCIએ આ નિર્ણય શા માટે લીધો તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

IND vs AUS: રોહિત-પંત સાથે ગંદી હરકત, વિરાટ-ગિલને પણ ન છોડ્યા, એડિલેડમાં ટીમ ઈન્ડિયા સાથે ખરાબ વર્તન
Team India in AdelaideImage Credit source: ICC/ICC via Getty Images/Mark Brake/Getty Images
Follow Us:
| Updated on: Dec 04, 2024 | 6:02 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. 6 ડિસેમ્બરથી રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ ગુલાબી બોલથી રમાશે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એડિલેડમાં ઓપન પ્રેક્ટિસ સેશન કર્યું હતું. પરંતુ હવે ચાહકોને ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ નિર્ણય શા માટે લીધો તે અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

એડિલેડમાં ટીમ ઈન્ડિયા સાથે ખરાબ વર્તન

BCCIએ ઓસ્ટ્રેલિયાના બાકીના પ્રવાસ માટે બંધ દરવાજા પાછળ પ્રેક્ટિસ સેશન આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ઓપન પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ખેલાડીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા ખેલાડીઓ પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. કેટલાક ખેલાડીઓ ચાહકો દ્વારા ઘેરાયેલા પણ હતા. જે બાદ BCCIએ પ્રશંસકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાની ટીમે પણ મંગળવારે ઓપન પ્રેક્ટિસ સેશન કર્યું હતું. પરંતુ તેમના ઓપન પ્રેક્ટિસ સેશનમાં 70 થી વધુ લોકો આવ્યા ન હતા, બીજી તરફ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં લગભગ 3000 લોકો હાજર હતા, જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી.

ખેલાડીઓને હેરાન કરવામાં આવ્યા

BCCIના એક અધિકારીએ PTIને કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયન સત્ર દરમિયાન 70 થી વધુ લોકો નહીં હોય, પરંતુ ભારતીય પ્રેક્ટિસ સેશનમાં લગભગ 3000 લોકો પહોંચ્યા, આટલા લોકોની અપેક્ષા કોઈને નહોતી. સિડની ટેસ્ટ મેચ પહેલા ઓપન પ્રેક્ટિસ સેશન યોજાવાની હતી, જે શ્રેણીની છેલ્લી મેચ હશે, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે. કારણ કે અહીં કરવામાં આવેલી અભદ્ર અને અસંવેદનશીલ ટિપ્પણીઓથી ખેલાડીઓ ખૂબ જ દુઃખી થયા છે.’

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

BCCIએ પ્રશંસકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

બીજી તરફ ગ્રાઉન્ડમાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે ચાહકોએ રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓને સિક્સર મારવા માટે ઉશ્કેર્યા હતા. કેટલાક ચાહકોએ રોહિત-પંતની ફિટનેસ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને બોડી શેમિંગ કર્યું હતું. બીજી તરફ વિરાટ કોહલી અને શુભમન ગિલ લગભગ ભીડથી ઘેરાઈ ગયા હતા. કેટલાક લોકો તેમના મિત્રો સાથે ફેસબુક લાઈવ કરી રહ્યા હતા અને જ્યારે બેટ્સમેન રમી રહ્યો હતો ત્યારે મોટેથી વાત કરી રહ્યા હતા. એક ચાહક સતત એક ખેલાડીને ગુજરાતીમાં હાય કહેવાની વિનંતી કરી રહ્યો હતો. આ તમામ ઘટનાઓને જોતા BCCIએ હવે પ્રશંસકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો: વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે બાળપણના મિત્રોનો આ વીડિયો તમને ભાવુક કરી દેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">