Viral Video: 5 કરોડથી વધુ લોકોએ જોયો સચિનનો આ વીડિયો, દીકરાની આ રીતે કરી રહ્યો હતો સેવા

Sachin tendulkar Video : સચિન તેંડુલકરનો કોરાના માહામારી સમયનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 5 કરોડથી વધારે લોકોએ જોયો છે. તે સમયે સચિન તેંડુલકરે એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તે પોતાના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપતો જોવા મળ્યો હતો.

Viral Video: 5 કરોડથી વધુ લોકોએ જોયો સચિનનો આ વીડિયો, દીકરાની આ રીતે કરી રહ્યો હતો સેવા
Sachin Tendulkar Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 7:52 PM

Viral Video: વર્ષ 2020માં ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરાના મહામારીને કારણે હાહાકાર મચ્યો હતો. સામાન્ય માણસની જેમ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં કેદ થયા હતા. સોશિયલ મીડિયા આવા સ્ટાર્સના કેટલાક વીડિયો ખુબ વાયરલ થયા હતા. સચિન તેંડુલકરનો (Sachin Tenulkar) કોરાના માહામારી સમયનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 5 કરોડથી વધારે લોકોએ જોયો છે.

કોરાના માહામારી સમયે ક્રિકેટર્સ સહિતના સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલા રહ્યા હતા. ઘણા સ્ટાર્સે ઘરે બેઠા હેરકટ પણ કરાવી હતી. તે સમયે સચિન તેંડુલકરે એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે પોતાના દીકરા અર્જુન તેંડુલકરના વાળ કાપતો જોવા મળ્યો હતો. આ વીડિયો સચિનની દીકરી સારાએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. સચિને આ વીડિયો માટે પોતાની દીકરી સારાને ધન્યવાદ પણ કહ્યું હતુ.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

સચિન-અર્જુનનો આ વીડિયો 5 કરોડથી વધુ લોકોએ જોયો

સચિને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતુ કે, ‘એક પિતા તરીકે તમારે ઘણી વસ્તુઓ કરવાની જરૂર છે. પછી તે બાળકો સાથે રમવું હોય, જીમમાં જવું હોય કે પછી તેમના વાળ કાપવા. અર્જુન, વાળ કટ ગમે તે હોય, તું હંમેશા હેન્ડસમ લાગે છે. મારી સલૂન સહાયક સારા તેંડુલકરનો ખૂબ ખૂબ આભાર.

અર્જુન તેંડુલકર વિશે જાણવા જેવુ

24 સપ્ટેમ્બર, 1999માં મુંબઈમાં સચિન અને અંજલી તેંડુલકરના દીકરા અર્જુનનો જન્મ થયો હતો. સચિનથી વિપરિત અર્જુન તેંડુલકર એક બોલર તરીકે વધારે પ્રભાવ પાડે છે. તેનું કુલ વજન 60 કિલો છે. તેની કુલ લંબાઈ 5 ફીટ 10 ઈંચ છે.

અર્જુનને એક મોટી બહેન સારા તેંડુલકર છે, જે અર્જુન કરતા 2 વર્ષ મોટી છે. અર્જુન તેંડુલકરે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે. અર્જુન 8 વર્ષનો હતો ત્યારે તેના પિતા સચિને તેને ક્રિકેટ કોચિંગ ક્લબમાં મૂક્યો અને તે કોચિંગ ક્લબનું આયોજન કર્યું.

અર્જુન તેંડુલકરે તેની પ્રથમ મેચ 22 જાન્યુઆરી 2010ના રોજ પુણેમાં અંડર 13 ટુર્નામેન્ટમાં રમી હતી. અર્જુને તેની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની રમત જાન્યુઆરી 2011માં પૂણેમાં કેડેન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં રમી હતી. અર્જુન તેંડુલકરે 2023 IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">