Asia Cup 2022: ભારતીય અંપાયર સાથે બાખડ્યો બાબર, કહ્યુ- પાકિસ્તાનનો કેપ્ટન તો હું છું, જાણો કારણ

મામલો 16મી ઓવરનો છે, જ્યારે લાઈવ મેચ દરમિયાન બાબર આઝમે (Babar Azam) બૂમો પાડીને કહ્યું હતું કે તે પાકિસ્તાન ટીમ (Pakistan Cricket Team) નો કેપ્ટન છે.

Asia Cup 2022: ભારતીય અંપાયર સાથે બાખડ્યો બાબર, કહ્યુ- પાકિસ્તાનનો કેપ્ટન તો હું છું, જાણો કારણ
Babar Azam રિવ્યૂને લઈ બાખડ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 9:23 AM

એશિયા કપ (Asia Cup 2022) ની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે પાકિસ્તાન (Pakistan Vs Sri Lanka) નો ખરાબ રીતે પરાજય થયો હતો. બંને ટીમો હવે ફાઇનલમાં સામસામે ટકરાશે. આ સાથે બંને વચ્ચેની સ્પર્ધા વધુ રોમાંચક બને તેવી અપેક્ષા પણ ઘણી વધી ગઈ છે. સુપર 4માં શ્રીલંકાનો 5 વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે શ્રીલંકાએ 18 બોલ પહેલા જ હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) નું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું હતું. જે માત્ર 30 રન બનાવી શક્યો હતો.

પૂછ્યા વગર રિવ્યુ લેવામાં આવ્યો

એશિયા કપમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા બાબર આઝમની આ મેચમાં ભારતીય અમ્પાયર સાથે ઘર્ષણ પણ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મામલો 16મી ઓવરનો છે, જ્યારે મોહમ્મદ રિઝવાને હસન અલીની ઓવરના બીજા બોલ પર શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા સામે કેચ બેહાઈન્ડની અપીલ કરી હતી, પરંતુ તેને આઉટ આપવામાં આવ્યો ન હતો.

Video : જીમમાં કર્યો રોમાન્સ, યુઝર્સ થયા ગુસ્સે, આકાંક્ષાએ કહ્યું- હમ નહીં રુકેંગે...
વીજળીનું બિલ કેવી રીતે આવે છે, મીટર રીડિંગ પરથી આ રીતે ગણો તમારું બિલ
પીરિયડ્સ દરમિયાન મંદિર જવું જોઈએ કે નહીં? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો જવાબ
અમેરિકા જેવા ટ્રક ભારતમાં કેમ નથી જોવા મળતા ? આ છે કારણ
લગ્ન તૂટ્યા બાદ આ અભિનેત્રી બરબાદ થઈ ગઈ, ખાવાના પડ્યા ફાંફાં !
બુમરાહના મુંબઈ-અમદાવાદમાં કેટલા ઘર? કિંમત કેટલી?

જો કે પાકિસ્તાને અહીં ગુમાવવાનું કંઈ નહોતું, પરંતુ રિઝવાને તેના કેપ્ટન બાબરને પૂછ્યા વગર જ રિવ્યુ લઈ લીધો અને અમ્પાયર અનિલે પણ સીધો ડીઆરએસ લઈ લીધો. તેના પર બાબરે કહ્યું કે હું ક્યાં છું, કેપ્ટન હું છું.

પાકિસ્તાને રિવ્યૂ બરબાદ કર્યો

પાકિસ્તાનની આમ પણ બરબાદ થઈ ગયુ હતુ. શનાકા બચી ગયો હતો. આ પછી શ્રીલંકન કેપ્ટન 17મી ઓવરના બીજા બોલ પર મોહમ્મદ હસનૈનનો શિકાર બન્યો હતો. હસનૈને દાસુન શનાકાને હસન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શ્રીલંકાના કેપ્ટને 16 બોલમાં 21 રન બનાવ્યા હતા.

રિઝવાન અને બાબર રિવ્યૂની ઘટના પર હસવા લાગ્યા. આ મેચમાં બંનેના પ્રદર્શનની વાત કરીએ તો બંને સ્ટાર્સ શ્રીલંકાના આક્રમણ સામે લાચાર દેખાતા હતા. એશિયા કપ 2022માં 2 અડધી સદી ફટકારનાર રિઝવાન શ્રીલંકા સામે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ કેપ્ટન બાબરે 29 બોલમાં 30 રન બનાવ્યા હતા. બાબરે પોતાની ટીમ માટે મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">