નતાશા-હાર્દિકના છૂટાછેડા બાદ અગસ્ત્ય પહેલીવાર પિતાના ઘરે પહોંચ્યો
ક્રિકેટર હાર્દિક પંડ્યાનો દિકરો આગસ્ત્ય દોઢ મહિના બાદ ઘરે પરત ફર્યો છે. હાર્દિક પંડ્યાની ભાભી પંખુડીએ અગસ્ત્સયનો ક્યુટ વીડિયો પોસ્ટ કર્યો છે. નતાશા હાલ મુંબઈ આવી છે.
બોલિવુડ અભિનેતા અને મોડલ નતાશા સ્ટેનકોવિક ભારત પરત ફરી છે. મુંબઈ આવતાની સાથે નતાશાએ દિકરાને પપ્પા હાર્દિક પંડ્યાના ઘરે મોકલ્યો છે. આ દરમિયાન પોતાના દિકરા અગસ્ત્યને મળી હાર્દિક ખુબ જ ખુશ છે.બંન્નેનો ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશાએ દિકરા અગસ્ત્યને લઈ સાર્બિયા પહોંચી હતી. એક મહિના બાદ તે ભારત ફરી છે. અંદાજે એક મહિના બાદ પુત્રને મળી ક્રિકેટર ઈમોશનલ જોવા મળ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર દિકરાની ઝલક જોવા મળી
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાની ભાભી પંખુડી શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમણે હાર્દિક અને દિકરાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં બાપ-દિકરો ખુબ ખુશ જોવા મળ્યા છે. એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં પંખુડી એક બુક વાંચતી જોવા મળી રહી છે. તેની સાથે અગસ્ત્ય અને કઝિન બ્રધર પણ જોવા મળી રહ્યો છે.
એક મહિનો સાર્બિયામાં રહી નતાશા
હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિક પુત્ર અગસ્ત્યને લઈ સાર્બિયા પહોંચી હતી. અંદાજે એક મહિના સુધી હાર્દિક પોતાના દિકરાથી દુર રહ્યો હતો. હવે નતાશા જ્યારે મુંબઈ આવી છે, તો દિકરાને પણ સાથે લાવી છે. આ દરમિયાન નતાશાએ દિકરાને હાર્દિક પંડ્યાના ઘરે મોકલ્યો હતો.
View this post on Instagram
4 વર્ષ બાદ બંન્ને થયા અલગ
તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ પહેલા બંન્ને લિવઈનમાં રહેતા હતા. વર્ષ 2023માં બંન્ને હિંદુ રીતિ રિવાજ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષની અંદર નતાશા અને હાર્દિકે અલગ થવાની જાહેરાત કરી હતી. બંન્ને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું 4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ ફાઈનલી અલગ થઈ રહ્યા છીએ.
હાર્દિકે કહ્યું કે બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે બંનેએ એકબીજાના ફાયદા માટે આ નિર્ણય લીધો. હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવાર હતા.