જસપ્રીત બુમરાહને ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024 તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહે ભારત માટે લગભગ તમામ ટેસ્ટ મેચોમાં મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ આપ્યું છે, ખાસ કરીને વિદેશની પરિસ્થિતિમાં આક્રમક બોલિંગથી ટીમને અનેક વખત મેચ જીતાવવામાં મદદ કરી છે. બુમરાહે વર્ષ 2024માં 14.92ની અદભૂત એવરેજથી 71 વિકેટ લીધી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.
વર્ષ 2024માં બુમરાહે ઘણી મહત્વપૂર્ણ શ્રેણીઓમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સામે તમની બોલિંગનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેના યોર્કર, બાઉન્સર અને સ્વિંગ બોલિંગને કારણે વિરોધી બેટ્સમેનોને રમવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તેની રમત વિશે એક ખાસ વાત એ છે કે તે ફક્ત એક ઝડપી બોલર જ નથી પણ પરિસ્થિતિ અનુસાર પોતાની બોલિંગને અનુરૂપ બનાવવામાં પણ સક્ષમ છે.
Dominating the bowling charts in 2024, India’s spearhead Jasprit Bumrah has been crowned ICC Men’s Test Cricketer of the Year #ICCAwards pic.twitter.com/h8Ppjo2hrv
— ICC (@ICC) January 27, 2025
પોતાની મહેનત અને અનોખી બોલિંગથી બુમરાહે ઘણી મહત્વપૂર્ણ મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમની ભૂમિકા ફક્ત વિકેટ લેવા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમણે દબાણ હેઠળ ટીમમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બુમરાહની બોલિંગની સૌથી મોટી તાકાત તેનું માનસિક સંતુલન અને પરિસ્થિતિઓ અનુસાર પોતાને અનુકૂલિત કરવાની ક્ષમતા છે, જે તેને અન્ય લોકોથી અલગ પાડે છે.
બુમરાહે ભારત માટે લગભગ તમામ ટેસ્ટ મેચોમાં મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ આપ્યું છે, ખાસ કરીને વિદેશની પરિસ્થિતિમાં આક્રમક બોલિંગથી ટીમને અનેક વખત મેચ જીતાવવામાં મદદ કરી છે. બુમરાહે વર્ષ 2024માં 14.92ની અદભૂત એવરેજથી 71 વિકેટ લીધી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.
‘Game Changer’ Jasprit Bumrah is awarded the ICC Men’s Test Cricketer of the Year 2024
Bumrah took 71 wickets at a stunning average of 14.92, finishing as the highest wicket taker in Test cricket in 2024.#TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/WHUciUK2Qb
— BCCI (@BCCI) January 27, 2025
બુમરાહ માટે આ સન્માન તેની સખત મહેનત, સંઘર્ષ અને ટેસ્ટ ક્રિકેટમાં તેના જોરદાર યોગદાનનું પરિણામ છે. તે ક્રિકેટ જગતમાં એક આદર્શ બોલર બની ગયો છે. ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ બુમરાહને તેની અસાધારણ બોલિંગ માટે યોગ્ય સન્માન છે, અને તે ભારતીય ક્રિકેટ માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો: MS Dhoni : ક્રિકેટ ઉપરાંત એમએસ ધોની આ ગેમ ખુબ રમે છે, જુઓ વીડિયો
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 5:53 pm, Mon, 27 January 25