પાંચ વર્ષમાં ખુલશે દુનિયાની પહેલી સ્પેસ હોટેલ, સામાન્ય લોકો પણ અવકાશની સફરની માણી શકશે મજા
સ્પેસ હોટેલનું માળખું 24 મોડ્યુલનું બનેલું હશે, જેને લિફ્ટ શાફ્ટ દ્વારા એકસાથે જોડવામાં આવશે. 2027માં ખુલનાર આ સ્પેસ સ્ટેશન એક વ્હીલ જેવું હશે. કંપની ગેટવે ફાઉન્ડેશન પ્રોજેક્ટનો એક ભાગ છે.

વિશ્વની પ્રથમ સ્પેસ હોટલ (Space Hotel)માત્ર પાંચ વર્ષમાં મહેમાનો માટે ખુલશે, એટલે કે 2027માં તે લોકોનું સ્વાગત કરશે. કંપનીએ આની જાહેરાત કરી છે. લક્ઝરી ક્રૂઝ શિપ સ્ટાઇલ સ્ટેશન ફરતી સ્ટ્રક્ચર હશે. ગુરુત્વાકર્ષણ તેના પરિભ્રમણ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. (Orbital Assembly Corporation)

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ આ સ્પેસ હોટલ પૃથ્વીના વાતાવરણથી ઉપર હશે. મહેમાનોને લો-ગુરુત્વાકર્ષણની શ્રેણીમાં ઘણી એક્ટિવિટી કરવાની તક મળશે જે પૃથ્વીની સપાટી પર શક્ય નથી. (Gateway Foundation)

સ્પેસ હોટેલનું માળખું 24 મોડ્યુલનું બનેલું હશે, જેને લિફ્ટ શાફ્ટ દ્વારા એકસાથે જોડવામાં આવશે. 2027માં ખુલનાર આ સ્પેસ સ્ટેશન એક વ્હીલ જેવું હશે. કંપની ગેટવે ફાઉન્ડેશન પ્રોજેક્ટનો એક ભાગ છે. તેની શરૂઆત 2019માં થઈ હતી. આ પ્રોજેક્ટનું નામ વોન બ્રૌન સ્ટેશન હતું. (Orbital Assembly Corporation)

ભાવિ હોટેલનું નામ વોયેજર સ્ટેશન છે અને તેનું નિર્માણ ઓર્બિટલ એસેમ્બલી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હોટલને થોડા વર્ષોમાં લોકો માટે ખોલવાની યોજના બનાવવામાં આવી રહી છે. (Orbital Assembly Corporation)

ગેટવે ફાઉન્ડેશનના વરિષ્ઠ ડિઝાઈન આર્કિટેક્ટ ટિમ અલાટોરે સીએનએનને જણાવ્યું હતું કે આ સ્ટેશન ઘુમી શકે છે. અલાટોરે કહ્યું કે કંપની પૃથ્વી પર હોવાનો અહેસાસ અવકાશમાં લાવવાની આશા રાખે છે. (Orbital Assembly Corporation)

કંપનીના ભૂતપૂર્વ પાયલોટ જોન બ્લિન્કોએ જણાવ્યું હતું કે હવે અવકાશ યાત્રા માટે મહત્વપૂર્ણ સમય છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હોટલમાં રહેવાનું ભાડું કેટલું હશે, પરંતુ તે સસ્તું નહીં હોય. (Orbital Assembly Corporation) Edited by Pankaj Tamboliya