AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં જામ્યો પ્રિ – દીપાવલીનો ટ્રેન્ડ, રાજકીય પાર્ટીઓ પણ દિવાળી ઉત્સવમાં ભારતીય સમુદાયને આકર્ષવા સક્રિય, જુઓ Photos

 અમેરિકાના લોસ એન્જલસ ખાતે દિવાળી ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકમાં ચૂંટણી પરિણામો પણ ટ્રમ્પની તરફેણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ભારતીય સમુદાય દિવાળીએ બેવડી ખુશી મનાવશે તેવું ભારતીય મૂળના સ્થાનિક યોગી પટેલે જણાવ્યું. 

| Updated on: Oct 25, 2024 | 8:54 PM
Share
ભારતીય સંસ્કૃતિ દેશ વિદેશમાં ગાજી રહી છે. ભારત અને વિશ્વભરમાં વસેલા હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો અને અન્ય ભારતીયો હર્ષોલ્લાસ અને ઉમંગભેર દિવાળી મહોત્સવ ની ઉજવણી કરે છે. દેશ અને દુનિયામાં ભારતીય સંસ્કારો અને ભારતીયોનો પ્રભાવ વેપાર વાણિજ્ય જ નહીં રાજકીય ક્ષેત્રે પણ વધી રહ્યો છે.

1 / 5
આગામી દિવસોમાં અમેરિકામાં ચૂંટણી થવાની છે. જે દરમ્યાન ભારતીય વોટર્સનું મહત્વ અમેરિકી રાજકારણીઓ પણ સ્વીકારી રહ્યા છે. વળી આ પ્રસિદ્ધ હિન્દૂ ધાર્મિક તહેવાર નિમિત્તે અમેરિકન રાજકારણીઓ ભારતીયોને ઉમળકાભેર દિવાળી ફેસ્ટિવલ કાર્યક્રમોમાં હાજરી પણ ગોઠવી રહ્યાં છે અને એડવાન્સ શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

2 / 5
પ્રાપ્ત માહિતી મુજબ હાલ અમેરિકામાં દીપાવલી પર્વની ધૂમધામ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર અમેરિકામાં સામાજિક વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશિષ્ટ ઉજવણીનું આયોજન કરાયું છે. આ ફેસ્ટિવલ ઉજવણીમાં ફન, ફૂડ અને ફેશનનો જલવો પણ આકર્ષણનું કેન્દ્ર રહેવાનો છે. આ આયોજનમા દિવાળી આર્ટ પ્રદર્શન, સાંસ્કૃતિક પ્રદર્શન, સાડી ફેશન શો, કિડ્સ કલ્ચરલ ફેશન શો, હેના બૂથ, દિવાળી ડેકોર આઈટમ્સ, ફૂડ સેમ્પલિંગ સહિતનું આયોજન કરાયું છે.

3 / 5
લોસ એન્જલસ ખાતે આયોજિત આ ઉત્સવ ઉત્તર અમેરિકાની ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના યોગી પટેલ, સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ પરિમલ શાહ,ફેશન શો ઓર્ગેનાઈઝર સ્મિતા વસંત અને આર્ટેશિયા ચેમ્બર ઓફ કોમર્સના શૈલા પટનાકર સંયુક્ત રૂપે આયોજન કરી રહ્યા છે. અમેરિકાના રાજકારણમાં ગુજરાતીઓનો દબદબો હંમેશા રહ્યો છે. ઓબામાંથી લઈ ક્લિન્ટન કે પછી ટ્રમ્પથી લઈ જો બાઇડેન સુધીના અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતીઓને પોતાના મંત્રી મંડળ કે પછી કોઈ મહત્વના પદ સોપાતા રહ્યા છે.. મળતી માહિતી મુજબ રિપબ્લિક પાર્ટી દ્વારા પણ ભારતીય મૂળના વિદેશી ઉદ્યોગકાર અને હોટેલિયર સહિત વિવિધ સંસ્થાઓ તેમજ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા યોગી પટેલ વોશિંગ્ટન ડીસી ખાતે મહત્વનું પદ કે સ્થાન મેળવી શકે છે.

4 / 5
આ અંગે ઉત્તર અમેરિકાની ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના ચેરમેન અને રિપબ્લિકન પાર્ટીના અગ્રણી આગેવાન યોગી પટેલ જણાવે છે કે કેલિફોર્નિયામાં ભારતીયજનોની નોંધપાત્ર વસ્તી છે. અહી ભારતીય તહેવારો ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવાય છે. હાલ ચૂંટણીને આંગળીના ગણી શકાય તેટલા દિવસો બાકી છે. ત્યારે ભારતીય સમુદાય બેવડી દિવાળી માનવે તેવો માહોલ છે. બહુમતી ભારતીય સમુદાય ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં છે. અને અમેરિકમાં ચૂંટણી પરિણામો પણ ટ્રમ્પની તરફેણ કરી રહ્યા છે. આ વખતે ભારતીય સમુદાય દિવાળીએ બેવડી ખુશી મનાવશે.

5 / 5
Follow Us
રાશિફળ 25 જુલાઈ કઈ રાશિના જાતકોના અટકેલા કામો આજે પૂરા થશે

પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

g clip-path="url(#clip0_868_265)">