AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીના રાસ લોક ગરબા મહોત્સવમાં વિધર્મી યુવક ઘૂસ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી… પછી જે થયું તે જુઓ Video

નવસારીના રાસ લોક ગરબા મહોત્સવમાં એક વિધર્મી યુવક, મોહસીન ભટ્ટ, ગરબા રમતો પકડાયો હતો. તેણે દુબઈમાં ગરબા રમતો હોવાની ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જ્યારે તેનું લોકેશન નવસારીનું જ હતું.

નવસારીના રાસ લોક ગરબા મહોત્સવમાં વિધર્મી યુવક ઘૂસ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી... પછી જે થયું તે જુઓ Video
| Updated on: Oct 21, 2026 | 5:37 PM
Share

નવસારીમાં આયોજિત પ્રસિદ્ધ રાસ લોક ગરબા મહોત્સવ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આ વખતે વિવાદનું કારણ એક વિધર્મી યુવક દ્વારા ગરબા મંડપમાં પ્રવેશ અને તેની ભ્રામક સોશિયલ મીડિયા પોસ્ટ બન્યું છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત યુવક મોહસીન ભટ્ટ સામે ગુનો દાખલ કર્યો છે, જ્યારે હિન્દુ સંગઠનોએ આયોજકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, રાસ લોક ગરબા મહોત્સવમાં મોહસીન ભટ્ટ નામનો યુવક ગરબા રમતો પકડાયો હતો. આ ઘટના બાદ ગરબા ગ્રાઉન્ડ પર ભારે હોબાળો મચી ગયો હતો. જાણવા મળ્યું છે કે મોહસીન તેના મિત્ર સાથે ગરબા રમવા માટે આવ્યો હતો. આ સમગ્ર વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે મોહસીનની સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી.

તેણે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એવી પોસ્ટ મૂકી હતી કે ભારતમાં મુસ્લિમોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે, પરંતુ તે દુબઈમાં ગરબા રમી રહ્યો છે. આ પોસ્ટ સાથે તેણે રાસ લોક ગરબાના ફોટા પણ શેર કર્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવતા હતા કે તે દુબઈમાં નહીં, પરંતુ નવસારીના ગરબા ગ્રાઉન્ડમાં જ હાજર હતો.

આ ભ્રામક પોસ્ટ અને ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મી યુવકની હાજરી અંગે સ્થાનિક યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી હતી. પોલીસે મોહસીન ભટ્ટને ગ્રાઉન્ડ પરથી બહાર કાઢીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ સક્રિય બન્યા હતા. તેમણે મોહસીન ભટ્ટને પોલીસને સુપરત કર્યો હતો અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

હિન્દુ સંગઠનોએ અગાઉથી જ ગરબા મહોત્સવોમાં વિધર્મીઓના પ્રવેશ અંગે ચેતવણીઓ આપી હોવા છતાં આ ઘટના બની હતી. આથી, તેમણે ગરબા આયોજકોની સુરક્ષા વ્યવસ્થા અને ડોક્ટર મિત્ર નિશ્ચિત ગાયર નાયકની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સંગઠનોનું કહેવું છે કે, આયોજકોએ તેમની ચેતવણીઓને ગંભીરતાથી લીધી નથી, જેના પરિણામે આવા બનાવો બની રહ્યા છે. આ ઘટનાએ નવસારીના ગરબા મહોત્સવોમાં સુરક્ષા અને પ્રવેશ નિયમો અંગે નવી ચર્ચા જગાવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ભૂકંપનો હળવો આંચકો, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">