Rath Yatra: અમદાવાદના હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન, વિશ્વ શાંતિનો આપ્યો સંદેશો
રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો.


હરે કૃષ્ણ મંદિર ભાડજના સપ્તમ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં 19 એપ્રિલ 2023ના રોજ ભગવાન શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્ર નું ગાન કરતા હતા.

પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત પ્રભુ, જે વૃંદાવન ચંદ્રોદય મંદિરના ચેરમેન, અક્ષય પાત્ર ફોઉન્ડેશનના ચેરમેન, તેમને આ રથયાત્રામાં ઉપસ્થતિ આપી હતી અને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો.

તેમને જણાવ્યું કે, આખા વિશ્વના કલ્યાણ માટે આ પાટોત્સવ નિમિત્તે બધા ભક્તોએ મળીને 1 કરોડ હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કરવાનું સંકલ્પ લીધો છે. ફક્ત ભગવાનના દિવ્ય નામનો આશ્રય લેવા માત્રૉથી સંપૂર્ણ સમાજમાં સુખ અને શાંતિ બની રહેશે. જે લોકોને તેજ ગતિથી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી હોય તેમને શીઘ્ર આ હરે કૃષ્ણ જાપનો સંકલ્પ લઇ ઇતિહાસ રચવામાં ભાગેદાર થવું જોઈએ.

એક વર્ષ પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું, તો ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જોવામાં મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવની ઉજવણી કરી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યો હતો. બધા ભક્તોએ ભગવાન શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

આજના ઉત્સવમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિઓમા વૃંદાવન ચંદ્રોદય મંદિર અને અક્ષય પાત્ર ફોઉન્ડેશન ચેરમેન પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત દાસ, પરમ પૂજ્ય વૈષ્ણવ હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય 108 શ્રી યદુનાથજી મહોદય, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ કિરીટભાઈ સોલંકી, TGB ગ્રુપના ચીફ મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ સોમાની હાજર રહ્યા હતા.






































































