હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી

જગતમાં ચૈતન્ય મહાપ્રભુના પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 18 માર્ચ, 2022 ના શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી,આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.

Mar 18, 2022 | 2:09 PM
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Mar 18, 2022 | 2:09 PM

જગતમાં  ચૈતન્ય મહાપ્રભુના પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 18 માર્ચ, 2022 ના શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ.  ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.

1 / 4
ભક્ત સમુદાય દ્રારા  ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન કૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિતરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો.

2 / 4
પાલકી ઉત્સવ બાદ ભગવાન નો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને 7 પવિત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્રારા અભિષેક કરવામાં આવ્યો. અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી.

3 / 4
ભગવાનને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો રાજભોગ ધરાવવામાં આવ્યો. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ભગવાન  ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક “  નીતાઈ ગૌરાંગેર પ્રેમ“ ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી પણ કરવામાં આવી હતી. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલો ને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી, પુષ્પ હોળી પણ રમવા માં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો

4 / 4

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati