
2 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ટિકિટની જરૂર રહેશે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટિકિટની જરૂર નથી પરંતુ તેમને અલગ સીટ ફાળવવામાં આવશે નહીં.

તો ચાલો જાણીએ કે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ શું હશે. ગુજરાતની ટીમ પંજાબ સામે પોતાની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. તેમજ ટીમ છેલ્લી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગર્સ વિરુદ્ધ 18 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.

ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો 25 માર્ચના રોજ પ્રથમ મેચ, ત્યારબાદ ક્રમશ મુંબઈ ઈન્ડિયન્સ સામે 29 માર્ચ, 2 અપ્રિલ,6 એપ્રિલ, 9 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 21 એપ્રિલ , 28 એપ્રિલ, 2 મે, 6 મે , 11 મે, 14 મે,18 મે રમાશે. IPL 2025ની ટિકિટ BookMyShow, Paytm Insider અને IPLની સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરી શકો છો.