ભારતમાં જન્મ થયો અને ન્યુઝીલેન્ડમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા, હવે ત્રીજા દેશમાંથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી ફટકારી અડધી સદી
તેજા ભારતીય મૂળનો ખેલાડી છે. તેજાનો (Teja Nidamanuru) જન્મ વિજયવાડામાં થયો હતો અને તે પછી તે ઓકલેન્ડ માટે સ્થાનિક ક્રિકેટ રમ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તે નેધરલેન્ડ તરફ વળ્યો અને તેણે પહેલી જ મેચમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી.

એમ્સ્ટેલવીનમાં રમાઈ રહેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં નેધરલેન્ડને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી પ્રભાવિત મેચમાં નેધરલેન્ડે 45 ઓવરમાં 7 વિકેટે 240 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 43.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વિકેટકીપર શે હોપે અણનમ 119 રન બનાવ્યા હતા. (PC-TEJA INSTAGRAM)

શે હોપ સિવાય નેધરલેન્ડના ઓલરાઉન્ડરે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વાત કરી રહ્યા છીએ તેજા નિદમનુરુની, જેણે પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 58 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બેસ્ટ બોલિંગ આક્રમણની સામે આ બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 100થી વધુ હતો અને તેના બેટમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. (PC-TEJA INSTAGRAM)

તમને જણાવી દઈએ કે તેજા ભારતીય મૂળનો ખેલાડી છે. તેજાનો જન્મ વિજયવાડામાં થયો હતો અને તે પછી તે ઓકલેન્ડ માટે સ્થાનિક ક્રિકેટ રમ્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તે નેધરલેન્ડ તરફ વળ્યો અને તેણે પહેલી જ મેચમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી. (PC-TEJA INSTAGRAM)

આ 27 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી માત્ર 2 લિસ્ટ A અને 5 T20 મેચ રમી છે. આ સિવાય તેજાએ નોર્ધન યુનિવર્સિટી લીગમાં પ્રખ્યાત T20 નિષ્ણાત બેટ્સમેન ટિમ ડેવિડ સાથે પણ ક્રિકેટ રમી છે. (PC-TEJA INSTAGRAM)

એમ્સ્ટેલવીનમાં રમાયેલી મેચ પણ નિકોલસ પૂરન માટે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ડેબ્યુ મેચ હતી. આ મેચમાં પૂરને 11 બોલમાં 7 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હવે 2 જૂને મેચ રમાશે. (PC-TEJA INSTAGRAM)