Breaking News : પશ્ચિમ બંગાળના દીધા બીચ પર મોટી દુર્ઘટના ટળી, વિશાળ મોજું માતા-પુત્રીને દરિયામાં ખેંચી ગયું ! જુઓ Video
પશ્ચિમ બંગાળના દીધા બીચ પર માતા-પુત્રી સાથે બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. દરિયાનાં વિશાળ મોજાં વચ્ચે માતાની હિંમત અને સ્થાનિક લોકોની સમયસૂચકતાથી બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટના દરિયાકિનારે સાવચેતી રાખવાનો સંદેશ આપે છે.

પશ્ચિમ બંગાળના દીધા બીચ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દરિયાકિનારે એક માતા પોતાની દીકરી સાથે ખડક પર બેસીને ફોટા પડાવી રહી હતી. આ દરમિયાન અચાનક દરિયામાંથી વિશાળ મોજું આવ્યું અને બંનેને પોતાની સાથે દરિયામાં ખેંચી ગયું હતું.
જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં માતાએ સમજદારી અને હિંમત બતાવી હતી. તેણે એક ક્ષણ માટે પણ પોતાની દીકરીનો હાથ છોડ્યો નહોતો અને તેને મજબૂતીથી પકડી રાખી હતી. માતાની આ સતર્કતા અને હિંમતને કારણે બંનેનો જીવ બચી શક્યો હતો.
લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા
ઘટના દરમિયાન આસપાસ હાજર લોકોએ પણ તાત્કાલિક મદદ માટે દોડી જઈ બંનેને સુરક્ષિત રીતે દરિયાકિનારે બહાર કાઢ્યાં હતાં. સદનસીબે આ ઘટનામાં માતા અને દીકરી બંનેનો બચાવ થયો હતો.
ફોટા અને સેલ્ફીના ચક્કરમાં જીવ જોખમમાં ન મૂકશો!
આ ઘટના દરિયાકિનારે ફરવા જતા લોકો માટે ચેતવણી સમાન છે. દરિયાનાં મોજાંની તાકાતને ક્યારેય ઓછી આંકવી જોઈએ નહીં. માત્ર સારા ફોટા કે સેલ્ફી લેવા માટે જીવ જોખમમાં મૂકવો યોગ્ય નથી.
ખાસ કરીને જ્યાં ઊંચાં અને જોખમી મોજાં ઉછળતાં હોય ત્યાં ખડકો કે દરિયાની નજીક બેસીને ફોટા પડાવવાનું ટાળવું જોઈએ. દરિયાકિનારે હંમેશાં સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્રની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.
જુઓ Video
*An Incident at Digha Beach, West Bengal*
A mother and her daughter were sitting on a rock by the seashore, taking photographs, when a huge wave suddenly swept them into the sea. However, the mother held her daughter tightly without letting go of her even for a moment. It was this presence of mind and strong hold that helped both of them survive. Fortunately, people nearby rushed to their rescue and pulled them safely back to the shore.
There is just one important lesson we must remember:
Never underestimate the power of the sea. Never put your precious life at risk for the sake of photographs or selfies. Always remain cautious near the seashore, particularly in areas where strong waves are likely.
Your safety is in your hands. Stay alert, stay cautious and stay safe. Received via WA
— MG (@mgnayak5) November 24, 2026
આ પણ વાંચો, Breaking News : જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી, સમયસૂચકતાથી ચાલકનો બચ્યો જીવ ! જુઓ Video
