AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માણસનું જીવન કેટલું બાકી છે આંખોથી જાણી શકાશે, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, વાંચો સંપૂર્ણ રિસર્ચ

Eye scan could tell death risk:માનવ જીવન કેટલું બાકી છે, તેની માહિતી આંખોથી મેળવી શકાશે. આંખોની તપાસ કરીને મૃત્યુના જોખમની જાણકારી આપી શકાશે, આ સંશોધન કેવી રીતે થયું અને સંશોધનના પરિણામો શું કહે છે? જાણો આ સવાલોના જવાબ.

માણસનું જીવન કેટલું બાકી છે આંખોથી જાણી શકાશે, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, વાંચો સંપૂર્ણ રિસર્ચ
How much human life is left eyes will know (PS: Medicalnews)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 1:13 PM
Share

માનવ જીવન કેટલું બાકી છે, તેની માહિતી આંખોથી મેળવી શકાશે. જો સરળ ભાષામાં સમજીએ તો આંખનું સ્કેન (Eye Scan) કરીને મૃત્યુ (Death Risk)ના જોખમની ગણતરી કરી શકાય છે. આ દાવો ઓસ્ટ્રેલિયા (Australia)ના મેલબોર્ન સેન્ટર ફોર આઇ રિસર્ચના સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે આંખમાં હાજર રેટિના માનવ સ્વાસ્થ્યનો અરીસો છે, તેથી આંખોને સ્કેન કરીને કહી શકાય કે મૃત્યુનું જોખમ કેટલું છે. જીવન કેટલું બાકી છે? તપાસમાં રેટિના પર દેખાતી ઉંમરની અસર સમજી શકાય છે. રેટિના વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે ઘણી વસ્તુઓ કહે છે.

આ રીતે મૃત્યુના જોખમની ગણતરી કરવામાં આવે છે

સંશોધકોનું કહેવું છે કે, માનવીની ઉંમર અને રેટિના વચ્ચેનો તફાવત કાઢીને કહી શકાય છે કે વ્યક્તિ કેટલું જીવશે. સંશોધન દરમિયાન, આંખોની તપાસ કર્યા પછી લેવામાં આવેલી તસવીરોનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામની મદદથી વિશ્લેષણ કરવામાં આવે છે અને ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે. સંશોધન કહે છે કે દરેક પસાર થતા વર્ષ સાથે મૃત્યુનું જોખમ 2 ટકા વધે છે.

19,000 આંખોનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું

ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, મેલબોર્ન સેન્ટર ફોર આઈ રિસર્ચએ આ અભ્યાસ કરવા માટે એક વિશેષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કર્યું છે. તેના દ્વારા આંખોના રેટિનાની 19 હજાર તસવીરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય યુકેની બાયોબેંકમાં 36 હજાર લોકોની રેટિનાની ઉંમરના તફાવતને સમજવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 50 ટકાથી વધુ લોકોના રેટિના તેમના વાસ્તવિક કરતા 3 વર્ષ મોટા માણસો જેવા હતા. ત્યારે કેટલાક લોકોના રેટિના લગભગ એક દાયકાથી વધુ વયના હતા.

રેટિના વૃદ્ધત્વ સૂચવે છે

સંશોધક ડો.લિસા ઝુ કહે છે, સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે રેટિના એ વૃદ્ધત્વનું સૂચક છે. એટલે કે, તે વૃદ્ધત્વ સૂચવે છે. રેટિના માનવ સ્વાસ્થ્ય વિશે ઘણી માહિતી આપે છે. તેની મદદથી હૃદય અને મગજને લગતી બીમારીઓ શોધી શકાય છે, જે ભવિષ્યમાં મનુષ્યમાં મૃત્યુનું જોખમ વધારે છે.

બ્રિટિશ જર્નલ ઑફ ઑપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, રેટિનાની પાછળ રહેલું સ્તર પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેની મદદથી અનેક રોગો શોધી શકાય છે. સંશોધકોનું કહેવું છે કે સંશોધનના પરિણામો પ્રોત્સાહક છે. અગાઉના સંશોધનમાં રેટિના સ્કેનિંગ દ્વારા અલ્ઝાઈમર અને હૃદયના રોગોની ભવિષ્યવાણી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Technology News: ફોનની સ્ટોરેજ સ્પેસ ભરાઈ ગઈ છે? ચાર સ્ટેપ્સના મદદથી મેળવો વધુ સ્ટોરેજ

આ પણ વાંચો: Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">