Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો

તેલંગાણાના એક હેન્ડલૂમ કારીગરે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી બનાવી છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે અને લોકો કારીગરના આ અદ્ભુત કામની પ્રશંસા કરી રહ્યા છે.

Viral: શું તમે ક્યારેય જોઈ છે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી ? નહીં તો જુઓ આ વીડિયો
Matchbox Saree (Viral Video Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 11:46 AM

કુદરતે લોકોને ગજબનું હુનર આપ્યું છે એટલે જ તો કહેવાય છે કે કાળા માથાનો માનવી કરે એટલું થોડું! તમે સાડી તો ઘણા પ્રકારની જોઈ હશે. વિવિધ ફેશનોથી લઈ અલગ અલગ પ્રકારના મટીરીયલમાં સાડી (Saree)ઓ બજારમાં ઉલબ્ધ છે. દરેક સાડીઓને પોતાની ખુબી અને ખાસિયત હોય છે. ત્યારે શું તમે ક્યારેય એવી સાડી જોઈ છે જે માત્ર એક માચિસ બોક્સમાં સમાય જાય ? જો ન સાંભળ્યું હોય તો અમે તમને બતાવીશું એવી સાડી જે માચિસ બોક્સમાં સમાય જાય છે. ત્યારે આ સાડીને મેચ બોક્સ સારી (Matchbox Saree)કહેવામાં આવે છે.

તેલંગાણાના એક હેન્ડલૂમ કારીગરે માચિસ બોક્સમાં ફિટ થઈ જાય તેવી સાડી બનાવી છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે અને લોકો કારીગરના આ અદ્ભુત કામની પ્રશંસા કરી રહ્યા છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

શું તમે પશ્મિના (ગરમ અને નરમ કપડા) વિશે સાંભળ્યું છે, જેને દુકાનદારો રિંગની વચ્ચેથી બહાર કાઢીને બતાવે છે. તેવી જ રીતે તેલંગાણાના એક હેન્ડલૂમ કારીગરે આ શક્ય કર્યું છે. હા, તેણે આવી સાડી ડિઝાઈન કરી છે, જે મેચબોક્સમાં ફિટ થઈ જાય છે. આ સાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે. તેમજ કારીગરના કામને લોકો બિરદાવી રહ્યા છે.

એક સાડી તૈયાર કરવામાં 6 દિવસ લાગે છે

આ અદ્ભુત કામ કરનાર કારીગરનું નામ નલ્લા વિજય છે, જે રાજન્ના સરસિલ્લા જિલ્લાના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, વિજયે મંગળવારે મંત્રી સબિતા ઈન્દ્રરેડ્ડીને આ ખાસ સાડી ભેટમાં આપી હતી. વિજયે જણાવ્યું કે તેને આવી સાડી તૈયાર કરવામાં લગભગ 6 દિવસનો સમય લાગે છે.

આ ખાસ સાડીની કિંમત છે

તેઓ કહે છે કે જો સાડી તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ કામ બે દિવસમાં પૂર્ણ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે જ્યારે પરંપરાગત લૂમ પર વણવામાં આવે છે, ત્યારે તેની કિંમત ₹12,000 છે. જ્યારે સાડી મશીન પર બનાવવામાં આવે ત્યારે તેની કિંમત 8,000 રૂપિયા છે.

આ પણ વાંચો: Viral: નૂડલ્સથી મહિલાએ ગૂથી નાખ્યું સ્વેટર, યુઝર્સએ કહ્યું આમને 21 તોપની સલામી મળવી જોઈએ

આ પણ વાંચો: આજથી નહીં ચાલે આ સિમ, જાણો ક્યાંક તમારો મોબાઈલ નંબર પણ નથીને સામેલ

g clip-path="url(#clip0_868_265)">