હરિયાણામાં કામ કરી ગયો યોગી નો “બટોંગે તો કટોંગે” નો ફોર્મ્યુલા, 6 દિવસ- 14 રેલીઓ અને જનતાએ લગાવી દીધી જીતની મોહર

હરિયાણામાં "બટોગે તો કટોગે" ના નારાને જનતાએ પોતાની મોહર લગાવી દીધી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં યુપી સીએમ યોગી આદિત્યનાથે હિંદુત્વનું કાર્ડ ખેલતા જોવા મળ્યા. યોગીએ તેમની રેલીમાં 'બટોગે તો કટોગે'નો નારો આપ્યો અને આ હરિયાણામાં આ નારો કામ કરી ગયો. યોગીએ અહીં 6 દિવસમાં 14 રેલીઓ કરી અને 8 સીટો પર ભાજપે પ્રચંડ જીત મેળવી છે.

હરિયાણામાં કામ કરી ગયો યોગી નો બટોંગે તો કટોંગે નો ફોર્મ્યુલા, 6 દિવસ- 14 રેલીઓ અને જનતાએ લગાવી દીધી જીતની મોહર
Follow Us:
| Updated on: Oct 08, 2024 | 5:13 PM

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતની હેટ્રિક લગાવવામાં સફળ રહી છે. વર્તમાન સીએમ નાયબસિંહ સૈનીએ જીતનો તમામ શ્રેય પીએમ મોદીને આપ્યો છે. આ વખતે પ્રચારમાં પીએમ મોદી, અમિત શાહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથ છવાયેલા રહ્યા હતા. યોગી આદિત્યનાથે હરિયાાણામાં 6 દિવસમાં કૂલ 14 ચૂંટણી રેલીઓ કરી. જેમા 8 પર ભાજપે જીત નોંધાવી છે.

હરિયામામાં ચાલી ગયો યોગીનો જાદુ, “બટોગે તો કટોગે” નો નારો કામ કરીગયો

હરિયાણામાં રેલી દરમિયાન યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા “બટોગે તો કટોગે”નારો આપતા મોટુ નિવેદન આપ્યુ . યોગીએ કહ્યુ કે જો આપણે વિભાજીત ન થયા હોત તો રામ મંદિર ન તૂટતુ, ના કૃષ્ણ જન્મ ભૂમિ પર ગુલામીનો ઢાંચો તૈયાર થતો. ના આપણો દેશ ગુલામ થયો હોત.જે લોકો કાલ સુધી રામ મંદિરનો કૃષ્ણનો વિરોધ કરી રહ્યા હતા તે લોકો આજે હરેરામા હરે ક્રિષ્ના કરતા થઈ ગયા છે.

હરિયાણામાં CM યોગીએ 14 સીટો પર રેલીઓ કરી અને 2ય3 સીટો પર ભાજપે જીત નોંધાવી

સીએમ યોગીએ જે સીટો પર રેલીઓ કરી તેમા 2/3 સીટોં પર ભાજપે જીત મેળવી છે. સીએમ યોગીએ હરિયાણામાં જે વિધાનસભા સીટો પર પ્રચાર કર્યો તેમાં 14 સીટોમાંથી 8 પર ભાજપને જીત મળી છે. તો 5 સીટોમાં 4 પર કોંગ્રેસ અને એક પર બસપા લીડમાં છે. યોગીએ હરિયાણામાં જે સીટો પર પ્રચાર કર્યો અને જે સીટો પર ભાજપ આગળ છે તે સીટો છે નરવાના, રાઈ, અસંધ, ફરીદાબાદ, NIT,રાદૌર, બાવની ખેડા, હાંસી વિધાનસભા અને સફીદો વિધાનસભા છે. તો અટેલી વિધાનસભા સીટ પર બસપા કેટલાક વોટથી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત જગાધરી વિધાનસભા, નારનૌંદ વિધાનસભા, શાહબાદ વિધાનસભા અને કલાયત વિધાનસભામાં કોંગેસ આગળ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હરિયાણા અને જમ્મુકાશ્મીર બંને રાજ્યોમાં 6 દિવસમાં યોગીએ 19 રેલીઓ કરી

યોગી જમ્મુકાશ્મીર અને હરિયાણાની મળીને કુલ 19 ચૂંટણી રેલીઓ કરી  હતી. જેમા જમ્મુકાશ્મીરમાં હાલ કોંગ્રેસ ગઠબંધન આગળ છે જ્યારે હરિયાણામાં ભાજપની જીત નક્કી છે. આ ચૂંટણીમાં યોગીએ 6 દિવસમાં બંને રાજ્યોમાં મળીને કુલ 19 વિધાનસભા ચૂંટણી રેલીઓ કરી હતી. જેમા જમ્મુકાશ્મીરમાં 5 રેલીઓ અને હરિયાણામાં 14 જનસભાઓ કરી.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">